જામનગર: 'જાગૃતિ' ની જ્યોતમાં નિરંકારી સંત સમાગમની તૈયારીઓ અંતિમ તબક્કામાં
જામનગરના શ્રદ્ધાળુ ભક્તો નિરંકારી સમાગમ માં ભાગ લેવા બુધવારે થશે રવાના
જ્યાં બ્રહ્મજ્ઞાનથી ચેતના જાગૃત થાય, પ્રેમથી હૃદય આલોકિત થાય અને સેવા જીવનનો સંકલ્પ બની જાય, ત્યાં સંત સમાગમ આત્મિક જાગૃતિનો એવો પાવન ઉત્સવ બની જાય છે, જે મનુષ્યને પોતાની અંદર જોવા અને પરમાત્મા સાથે જોડાવાની પ્રેરણા આપે છે.
આ જ દિવ્ય ભાવ અને આધ્યાત્મિક ચેતનાને સાકાર કરતાં, સત્ગુરુ માતા સુદીક્ષા જી મહારાજ અને નિરંકારી રાજપિતા રમિત જીની પાવન છત્રછાયામાં 79મો વાર્ષિક નિરંકારી સંત સમાગમ 23 થી 26 ઑક્ટોબર, 2026 સુધી સંત નિરંકારી આધ્યાત્મિક સ્થળ, સમાલખા ખાતે આયોજિત થવા જઈ રહ્યો છે. દેશ-વિદેશથી હજારો શ્રદ્ધાળુઓ આ પાવન અવસરે એકત્રિત થઈને સત્સંગ, સેવા, પ્રેમ અને ભક્તિના આ દિવ્ય મિલનમાં સહભાગી બનશે.
આ સંત સમાગમ માં ભાગ લેવા જામનગર ના શ્રદ્ધાળુ ભક્તો અને સેવાદળ ના સભ્યો બુધવાર ના રોજ રવાના થશે.શ્રદ્ધાળુઓની વધતી સહભાગિતા સાથે સમાગમ સ્થળની તૈયારીઓ હવે અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. સંતોની નિઃસ્વાર્થ સેવા, પરિશ્રમ અને સમર્પણથી સામાન્ય જેવું લાગતું મેદાન આજે એક દિવ્ય આધ્યાત્મિક નગરીનું સ્વરૂપ ધારણ કરી ચૂક્યું છે. વિશાળ પંડાલોમાં શ્રદ્ધાળુઓ માટે સુવ્યવસ્થિત વ્યવસ્થાઓ કરવામાં આવી છે. સાથે જ, અત્યાધુનિક એલ.ઈ.ડી. સ્ક્રીન સ્થાપિત કરવામાં આવી રહી છે, જેથી પરિસરના દરેક ખૂણે બેઠેલા શ્રદ્ધાળુઓ પ્રેરણાદાયક પ્રવચનો, ભાવપૂર્ણ ભજનો અને આધ્યાત્મિક વિચારોને સહજતાથી જોઈ-સાંભળી શકે અને સત્સંગની ભાવધારા સાથે એકરૂપ થઈ શકે.
આ સંત સમાગમ માત્ર એક વાર્ષિક આયોજન નથી, પરંતુ બ્રહ્મજ્ઞાન, ભક્તિ, સમર્પણ અને આત્મિક જાગૃતિનો પાવન સંગમ છે. અહીં શ્રદ્ધાળુઓ પોતાની અંતઃચેતનાને જાગૃત કરવા, પરમાત્મા સાથેના પોતાના સંબંધને અનુભવવા તેમજ વિશ્વબંધુત્વ, સૌહાર્દ અને નિઃસ્વાર્થ સેવા જેવા માનવીય મૂલ્યોને જીવનમાં આત્મસાત કરવાની પ્રેરણા મેળવે છે. સંત સમાગમની આ જ ભાવના મનુષ્યને બાહ્ય ઉપલબ્ધિઓથી આગળ વધીને પોતાની અંદરની સમૃદ્ધિને ઓળખવાનો અવસર પૂરો પાડે છે.
79 મો વાર્ષિક નિરંકારી સંત સમાગમ પ્રેમ, ભક્તિ અને આત્મિક જાગૃતિની તે પાવન ધારા સાથે જોડાવાનો અવસર છે, જે જીવનને અંદરથી પ્રકાશિત કરવાની પ્રેરણા આપે છે. આ દિવ્ય આધ્યાત્મિક મિલનમાં તમામ સજ્જન મહાત્માઓ અને શ્રદ્ધાળુ ભક્તોનું સાદર સ્વાગત છે.