BREAKING NEWS

જામનગર તાલુકાની એકમાત્ર સિક્કા નગરપાલિકામાં કોંગ્રેસનો વિજય થયા બાદ પ્રમુખ તરીકે સારાબેન વાઘાણી અને ઉપપ્રમુખ તરીકે નિશાબેન ગોસ્વામી બહુમતિથી ચૂંટાયા

  • May 19, 2026 06:16 PM 

જામનગર તાલુકાની એકમાત્ર સિક્કા નગરપાલિકામાં કોંગ્રેસનો વિજય થયા બાદ પ્રમુખ તરીકે સારાબેન વાઘાણી અને ઉપપ્રમુખ તરીકે નિશાબેન ગોસ્વામી બહુમતિથી ચૂંટાયા



જામનગર જિલ્લાના સિક્કા નગરપાલિકામાં આજે યોજાયેલી પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષે બહુમતિ સાથે વિજય મેળવ્યો હતો. પ્રમુખ પદે કોંગ્રેસના સારાબેન વાઘાણી જ્યારે ઉપપ્રમુખ પદે કોંગ્રેસના નિશાબેન ગોસ્વામી બહુમતિથી વિજયી જાહેર થયા હતા.

આ ચૂંટણી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનોજભાઈ કથીરિયા તથા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ઈકબાલભાઈ સુમરા ની આગેવાની હેઠળ લડવામાં આવી હતી. ચૂંટણી પરિણામ જાહેર થતાં કોંગ્રેસ કાર્યકરો અને સમર્થકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી, અને એકબીજાને શુભેચ્છાઓ પાઠવી ઉજવણી કરવામાં આવી હતી.

​​​​​​​
સિક્કા નગરપાલિકામાં કોંગ્રેસને મળેલી આ જીતને સ્થાનિક રાજકારણમાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application