BREAKING NEWS

જામનગરમાં ઓલ ઇન્ડિયા સમસ્ત સુન્ની મુસ્લિમ ભાડેલા જમાતના પ્રમુખ તરીકે ઉમરભાઈ સોઢા બિનહરીફ ચૂંટાયા

  • October 13, 2026 01:37 PM 

જામનગરમાં ઓલ ઇન્ડિયા સમસ્ત સુન્ની મુસ્લિમ ભાડેલા જમાતના પ્રમુખ તરીકે ઉમરભાઈ સોઢા બિનહરીફ ચૂંટાયા

જામનગર ખાતે આજે ઓલ ઇન્ડિયા સમસ્ત સુન્ની મુસ્લિમ ભાડેલા જમાતની બેઠક યોજાઈ હતી. ન્યૂ રેલવે સ્ટેશન નજીક રોશનશાહ પીર દરગાહના કોમ્યુનિટી હોલ ખાતે યોજાયેલી આ બેઠકમાં જમાતના અખિલ ભારતીય પ્રમુખ પદ માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.જેમાં ઉમરભાઈ અબુભાઈ સોઢાની બિનહરીફ પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી.

આ ચૂંટણી પ્રક્રિયામાં કેન્યાના નૈરોબી અને મોમ્બાસા સહિત વિદેશ તેમજ મુંબઈ, જામનગર, કચ્છના માંડવી, બેટ, ઓખા, આરંભડા, વરવાળા, દ્વારકા, જામસલાયા, વેરાવળ, જાફરાબાદ, ઉના, નવો બંદર અને નારાયણ સરોવર સહિતના વિસ્તારોની ભાડેલા જમાતના પ્રમુખોના ઠરાવના આધારે આ નિમણૂક કરવામાં આવી હતી.
​​​​​​​
​​​​​​​આ સાથે ઉમરભાઈ સોઢા ઓલ ઇન્ડિયા સમસ્ત સુન્ની મુસ્લિમ ભાડેલા જમાતના પ્રમુખ તરીકે બિનહરીફ જાહેર થતાં જમાતના આગેવાનોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application