BREAKING NEWS

જામનગરમાં પ્રથમ સીકસલેન રોડનું કામ પૂર્ણ થાય તે પૂર્વે દબાણ, આડેધડ પાર્કીંગ

  • August 29, 2026 10:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં પ્રથમ સીકસલેન રોડનું કામ પૂર્ણ થાય તે પૂર્વે દબાણ, આડેધડ પાર્કીંગ

​​​​​​​જામનગરમાં ખોડીયાર કોલોનીથી દિગ્જામ સર્કલ સુધી ટ્રાફીકની માથાના દુ:ખાવા‚સમસ્યા નિવારવા આ માર્ગ સીકસલેન બનાવવાની કામગીરી મહાપાલીકા દ્વારા હાથ ધરવામાં આવી છે. જેની કામગીરી હાલ ચાલી રહી હોય રોડની બંને બાજુ ડામર પાથરવામાં આવ્યો છે. પરંતુ નવાઇની વાત એ છે કે, શહેરના પ્રથમ સીકસલેન માર્ગનું કામ પૂર્ણ થયું નથી તે પૂર્વે માર્ગની બંને બાજુ આડેધડ પાર્કીગ અને દબાણના કારણે માર્ગ સાંકડો બનતા ટ્રાફીકની સમસ્યા યથાવત રહેતા શહેરીજનો ત્રાહીમામ પોકારી ગયા છે. ત્યારે આ માર્ગ પર આડેધડ પાર્ક કરવામાં આવતા વાહનો શા માટે ટોઇંગ અને દબાણો શા માટે દૂર કરવામાં આવતા નથી તે એક સળગતા સવાલની સાથે તપાસનો વિષય બન્યો છે. આટલું જ નહીં માર્ગની કામગીરી પૂર્ણ થાય તે પૂર્વે દબાણ અને આડેધડ પાર્કીંગથી દળી દળીને ઢાંકણીમાં તેવી સ્થિતિ પ્રર્વતી રહી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application