BREAKING NEWS

દ્વારકા: ચંદ્રાવાડા ગામે વાવેલ ગાંજાના છોડ અને સુકા જથ્થા સાથે પૂજારી ઝડપાયો

  • August 07, 2026 11:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકા: ચંદ્રાવાડા ગામે વાવેલ ગાંજાના છોડ અને સુકા જથ્થા સાથે પૂજારી ઝડપાયો

૨.૩૫ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરતી દ્વારકા એસઓજી

કલ્યાણપુરના ચંદ્રાવાડા ગામમાં આંગણામાં ગાંજાના છોડ વાવ્યા હતા, દરમ્યાનમાં છોડ અને સુકા જથ્થા સાથે એક પુજારીને એસઓજીએ બાતમીના આધારે પકડીને ૨.૩૫ લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો.

રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળાની સૂચના અને માર્ગદર્શન હેઠળ માદક પદાર્થોનું ગેરકાયદેસર વેચાણ કરતા ઈસમો પર કડક કાર્યવાહી કરવા માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત એસ.ઓ.જી. (સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ) દેવભૂમિ દ્વારકાના પોલીસ ઇન્સપેક્ટર વી.એ. રાણા, પીએસઆઈ વી.એન. સિંગરખીયા અને ડી.એ. વાળાના નેતૃત્વમાં પોલીસ ટીમ જામ કલ્યાણપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી.

પેટ્રોલીંગ દરમિયાન રાવલ ચેક પોસ્ટ પાસે પહોંચતા એ.એસ.આઈ. સજુભા હમીરજી જાડેજા અને કાનાભાઈ રણમલભાઈ માડમને ચોક્કસ ખાનગી બાતમી મળી હતી કે ચંદ્રાવાડા ગામના આથમણા પાદરે રહેતા વિજયભાઈ વાસુદેવભાઈ કાપડી નામના વ્યક્તિએ પોતાના ઘરના ફળીયામાં ગાંજાનું ગેરકાયદે વાવેતર કર્યું છે અને તે આ ગાંજાની સુકવણી કરીને આર્થિક લાભ મેળવવા માટે તેનું વેચાણ કરી રહ્યો છે.

મળેલી ચોક્કસ બાતમીના આધારે એસ.ઓ.જી. ટીમે કાયદેસરની કાર્યવાહી કરી ચંદ્રાવાડા ગામે આવેલા આથમણા પાદર, બસ સ્ટેન્ડ પાસેના રહેણાંક મકાન પર દરોડો પાડ્યો હતો. ત્યાં હાજર રહેલા મકાનમાલિક વિજયભાઈ વાસુદેવભાઈ રણછોડભાઈ કાપડી (ઉં.વ. ૪૬, ધંધો-પૂજારી)ને સાથે રાખી ઘરની ઝડતી લેવામાં આવી હતી. તપાસ દરમિયાન મકાનના ફળીયામાંથી ગેરકાયદેસર રીતે વાવેતર કરેલા ગાંજાના ૨ નંગ છોડ તથા સુકવણી કરેલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે સ્થળ પરથી કુલ ૪ કિલો ૭૧૦ ગ્રામ ગાંજાનો જથ્થો, જેની અંદાજિત કિંમત રૂ. ૨,૩૫,૫૦૦/- થાય છે, તે કબજે કર્યો હતો. આરોપી વિજયભાઈ કાપડી સામે જામ કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એકટની વિવિધ કલમો ૮(બી)(સી), ૨૦(એ), ૨૦(બી)(૨)(બી) મુજબ ગુનો નોંધી તેની અટકાયત કરવામાં આવી છે અને આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ સફળ કામગીરીમાં એસ.ઓ.જી. ઇન્ચાર્જ પી.આઈ. વી.એ. રાણા, એ.એસ.આઈ. સજુભા જાડેજા, દેવેન્દ્રસિંહ જાડેજા, કાનાભાઈ માડમ, હેડ કોન્સ્ટેબલ નિર્મલભાઈ આંબલીયા, કોન્સ્ટેબલ સુમાતભાઈ ભાટીયા, ડ્રાઈવર એ.એસ.આઈ. લખમણભાઈ આંબલીયા તથા કોન્સ્ટેબલ જગદીશભાઈ કરમુર સહિતના પોલીસ કર્મચારીઓ જોડાયા હતા.  



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application