BREAKING NEWS

જામનગરમાં ટ્રાફીક સમસ્યા નિવારવા ખાનગી બસ મનપાના પ્લોટમાં પાર્કીંગ કરાશે

  • November 06, 2026 12:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં ટ્રાફીક સમસ્યા નિવારવા ખાનગી બસ મનપાના પ્લોટમાં પાર્કીંગ કરાશે 

લીલીઝંડી: સ્ટેન્ડીંગ કમીટીમાં સૈંઘ્ધાતિક સ્વીકાર, મોરકંડા ગામ તરફ નાગમતી નદી પર કોઝ-વે દૂર કરી રૂ.૨૪.૧૫ કરોડના ખર્ચે ફોર લેન રીવરબ્રીજ બનશે

શહેરના ૧૧ વોર્ડમાં ભૂગર્ભ ગટરની ફરિયાદોના નિરાકરણ,મેઇનટેનન્સ કામગીરી માટે વાર્ષિક અધધ..૫.૯૩ કરોડ ખર્ચાશે: પીએન માર્ગથી નવાગામ ઘેડના ૧૮ મીટર પહોળા ડીપી રોડને મંજૂરી

જામનગર મહાનગરપાલીકાની સ્ટેન્ડીંગ કમીટીમાં શહેરમાં ટ્રાફીક સમસ્યા નિવારવા ખાનગી બસ મનપાના પ્લોટમાં પાર્કીંગ કરવાનો સૈંઘ્ધાતિક સ્વીકાર કરાયો છે. સાથે સાથે મોરકંડા ગામ તરફ નાગમતી નદી પર કોઝ-વે દૂર કરી રૂ.૨૪.૧૫ કરોડના ખર્ચે ફોર લેન રીવરબ્રીજ બનશે. શહેરના ૧૧ વોર્ડમાં ભૂગર્ભ ગટરની ફરિયાદોના નિરાકરણ, મેઇનટેનન્સ કામગીરી માટે વાર્ષિક અધધ..૫.૯૩ કરોડ ખર્ચાશે. પીએન માર્ગથી નવાગામ ઘેડના ૧૮ મીટર પહોળા ડીપી રોડને પણ સૈંઘ્ધાતિક મંજૂરી આપવામાં આવી છે.

જામનગર મહાનગરપાલીકાની સ્ટેન્ડીંગ કમીટીની બેઠક ગઇકાલે ચેરમેન ધીરેનકુમાર મોનાણીના અઘ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં મેયર મોનીકાબેન વ્યાસ, ડે.મેયર રાકેશભાઇ ડેર તથા ૯ સભ્ય, કમિશ્ર્નર દેવેન્દ્વસિંહ ઝાલા, સીટી ઇજનેર ભાવેશ જાની, આસી.કમિશ્ર્નર(ટેકસ) જીજ્ઞેશ નિર્મલ હાજર રહ્યા હતાં. બેઠકમાં સ્વર્ણિમ જંયતિ મુખ્યમંત્રી ગ્રાન્ટ અંતર્ગત વોર્ડ નં.૧૫માં ખાનગી સોસાયટીઓ, ગુજરાત હાઉસીંગ બોર્ડની વસાહતો તથા અન્ય રહેણાંક વિસ્તારોમાં લોકભાગીદારીથી સીસી રોડ, બ્લોકના કામ માટે રૂ.૨ કરોડનો ખર્ચ મંજૂર કરાયો હતો. જયારે સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ ટ્રાફીક વર્કસના કામ માટે વોર્ડ નં.૧,૬,૭માં રૂ.૬.૭૬ લાખ, વોર્ડ નં.૮,૧૫,૧૬માં રૂ.૬.૨૨ લાખ, વોર્ડ નં.૧૦,૧૧,૧૨માં રૂ.૭ લાખ, ગાર્ડન અપગ્રેડેશનના કામ માટે વોર્ડ નં.૧,૬,૭માં રૂ.૬.૯૦ લાખ, વોર્ડ નં.૫,૯,૧૩,૧૪માં રૂ.૬ લાખ, વોર્ડ નં.૮,૧૫ અને ૧૬માં રૂ.૫ લાખ,  ગટર વર્કસના કામ માટે વોર્ડ નં.૮,૧૫ અને ૧૬ માં રૂ.૧૫.૧૫ લાખ, વોર્ડ નં.૧૦,૧૧ અને ૧૨ માં રૂ.૧૬.૫૦ લાખ, બિલ્ડીંગ વર્કસના કામ માટે વોર્ડ નં.૫,૯,૧૩ અને ૧૪ માં રૂ.૨૧ લાખ,  વો૦ર્ડ નં.૧૦,૧૧,૧૨માં રૂ.૫.૩૦ લાખ, રોડ વર્કસના કામ માટે વોર્ડ નં.૫,૯,૧૩,૧૪ માટે રૂ.૨૧.૫૨ લાખ, કેનાલ-બ્રીજના કામ માટે વોર્ડ નં.૧૦,૧૧ અને ૧૨ માં રૂ.૭.૩૭ લાખ મંજૂર કરાયા છે.

જયારે ભૂગર્મ ગટરની ફરિયાદો આધારિત સફાઇ કામગીરી અને સફાઇ મશીનોની કોમ્પ્રીહેન્સીવ ઓપરેશન અને મેઇન્ટેનન્સની કામગીરી માટે વોર્ડ નં.૯,૧૦,૧૧,૧૨માં રૂ.૨૪૧.૩૭ લાખ, વોર્ડ નં.૬,૭ અને ૮ માં રૂ.૧૩૧.૯૮ લાખ, વોર્ડ નં.૧૩,૧૪,૧૫ અને ૧૬ માં રૂ.૨૨૦.૧૫ લાખનો ખર્ચ મંજૂર કરાયો છે. તદઉપરાંત ૧૦૦૦ લીટર કેપેસીટી જેટીંગ મશીનના એક વર્ષના કામ માટે રૂ.૬૬.૧૦ લાખ, ખીજડીયા, પમ્પહાઉસ, જ્ઞાનગંગા ફીલ્ટર પ્લાન્ટ, ઉંડ-૧, સસોઇ, આજી-૩ ડેમ ખાતે માનવ શકિત ૫ૂરી પાડી કોમ્પ્રીહેન્સીવ ધોરણે રાઉન્ડ ધ કલોક ઇલેકટ્રો મીકેશનીકલ મશીનરીઝના ઓપરેશન એન્ડ મેઇનટેનન્સના કામ માટે રૂ.૫૫.૪૪ લાખ મંજૂર કરાયા છે.

એસજેએમએમએસવીવાયની ગ્રાન્ટ અન્વયે શહેરના ઝોન-૨માં જુદી જુદી ડીઆઇ પાઇપ લાઇન નાખવા એક વર્ષના મજૂરી કામ માટે રૂ.૮૦.૪૧ લાખ, ૩ આરોગ્ય કેન્દ્રમાં માઇક્રોસ્કોપની ખરીદી માટે રૂ.૨.૧૯ લાખ અને ઓકસીજન કોન્સેન્ટ્રેટોરની ખરીદી માટે રૂ.૩.૦૨ લાખ મંજૂર કરાયા છે. ખાસ કરીને શહેરના મોરકંડા ગામ તરફના નાગમતી નદી પરના હયાત કોઝ-વે ને ડીમોલીશન કરી ફોર લેન રીવરબ્રીજ રૂ.૨૪.૧૫ કરોડના ખર્ચે બનાવવાના કામનો સૈંઘ્ધાતિક સ્વીકાર કરાયો હતો. તદઉપરાંત શહેરમાં ટ્રાફીક સમસ્યા નિવારવા ખાનગી ટ્રાવેલ્સ અને ખાનગી કંપનીની બસો કોર્પોરેશનની માલીકીના પ્લોટમાં પાર્કીંગ કરવા સૈંઘ્ધાતિક સ્વીકાર કરાયો હતો. જયારે પીએન માર્ગથી કસ્તુરબા વિકાસગૃહ થઇ નવાગામ ઘેડવાળા ડીપી રસ્તાને જોડતો ૧૮ મીટર પહોળા ડીપી રોડની દરખાસ્તનો પણ સૈંઘ્ધાતિક સ્વીકાર કરાયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application