રોડ રસ્તાઓ ઉપર ૨૪ કલાક ગટરના પાણી: રહેવાસીઓ દ્વારા ચીફ ઓફિસર-પ્રમુખને કરી રજૂઆત
સલાયા નગર પાલિકા દ્વારા ભૂગર્ભ ગટર બાબતે કામગીરી ખુબજ નબળી હોઈ લોકો ખુબજ પરેશાની ભોગવી રહ્યા છે.એમાં આજરોજ વોર્ડ નંબર એકના મુખ્ય બજાર અને શાક માર્કેટ રોડ તેમજ લાલજી મંદિર શેરી અને હનુમાન શેરી ના લતાવાસીઓએ અંતે આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા ચીફ ઓફિસર અને પ્રમુખ સલાયા નગર પાલિકાને લેખિતમાં ફરિયાદ કરી છે.
છેલ્લા ૧૨ મહિનાથી આ વિસ્તારમાં કાયમી ભૂગર્ભ ગટરના પાણી ભરાઈ છે અને કુંડીઓ છલ્લી જાય છે જેથી દુર્ગંધ યુક્ત ગટરના પાણી આ રસ્તાઓ ઉપર આવી જાય છે જેથી રાહદારીઓ અને વડીલો તેમજ બહેનોને ચાલવામાં પણ મુશ્કેલીઓ ભોગવવી પડે છે. આ રસ્તા ઉપરથી જ લાલજી મંદિર,હનુમાન મંદિર, આલ્બાઈ મંદિર તેમજ વ્હોરાની મસ્જિદમાં જવાઈ છે ત્યાં દર્શન અને ઇબાદત કરવા જતા લોકોને પણ આ ગટરના પાણીમાંથી પસાર થવું પડે છે.
આ બાબતે કંટાળી અને અનેક રજૂઆત અને અરજી કરવા છતાં આ વાતનો ઉકેલ નહીં આવતા આ વિસ્તારમાં લતાવાસીઓ તેમજ દુકાનદારો આજરોજ લેખિતમાં નગર પાલિકાને ફરિયાદ કરી આવ્યા છે અને આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા ફરિયાદ કરેલ છે. આ ગટરના પાઇપ બદલવા અને કુંડીઓ વ્યવસ્થિત સાફ કરવાથી આ પ્રશ્નનો નિરાકરણ આવે એમ છે. નગરપાલિકાના દ્વારા આ બાબતે તટસ્થ રહી અને કામગીરી કરાઈ એવું લોકો ઇચ્છી રહ્યા છે.આ રજૂઆત સલાયાના વેપારી કમલેશ ભાઈ ઉનડકટ, અજય પંચમતીયા, મિથુન ગોરેચા, અનવરભાઈ વગેરે લતાવાસીઓ અને વેપારીઓ ગયેલ હતા. આ બાબતે તુરંત કાર્યવાહી કરવા માંગ કરાઈ છે.