BREAKING NEWS

જામનગરમાં પ્રગતિશીલ યુવક મંડળ દ્વારા 80માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ

  • August 18, 2026 05:18 PM 

જામનગરમાં પ્રગતિશીલ યુવક મંડળ દ્વારા 80માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ

80 માં સ્વતંત્રતા દિવસની ઉજવણી પ્રગતિશીલ યુવક મંડળ દ્વારા સ્વ.દામજી રામજી મેહતા ચોક, ભોઇવાડા ખાતે કરવામાં આવી.જેમાં ધ્વજવંદન ફિઝીઓથેરાપીમાં ગોલ્ડ મેડાલિસ્ટ ભોઈસમાજ જામનગરની દીકરી ડૉ.દેવિકા હરેન્દ્રભાઇ જેઠવા ના હસ્તે કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દેશપ્રેમી નાગરિકો જોડાયા.

આ કાર્યકમ બાદ ડૉ.દેવિકા દ્વારા સુંદર મજાનું બાળકો ને પ્રેરણા આપતું માર્ગદર્શન આપ્યું. 
​​​​​​​
આ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને પ્રગતિશીલ યુવક મંડળ ના પ્રમુખ અને પૂર્વ મેયર હસમુખભાઈ જેઠવા, પૂર્વ કોર્પોરેટર પાર્થ જેઠવા, નિલેશભાઈ જેઠવા, ઓફિસર કમાન્ડિંગ જયેશભાઈ રાણા, દિવ્યેશ દાઉદીયા, આશિષ ચુડાસમા, વિમલ જેઠવા, હરેન્દ્ર જેઠવા, મયુર દાઉદીયા, ભારત જેઠવા, પાર્થ કુંભારાણા, દિવ્યેશ જેઠવા, શંભુ ચુડાસમા અને પ્રગતિશીલ યુવક મંડળ ના કાર્યકર્તા, ફાયર ના જવાનો, હોમગાર્ડ જવાનો જોડાયા હતા. કાર્યક્રમનું સફળ સંચાલન હસમુખભાઈ કુંભારાણા દ્વારા કરવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application