જામખંભાળીયામાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો : એકની અટક
રોકડ, સોના ચાંદીના દાગીના સહિત ૯.૧૨ લાખનો મુદામાલ કબ્જે
રેન્જ આઇજી નિર્લિપ્ત રાય, દ્વારકા એસપી જયરાજસિંહ વાળા દ્વારા દ્વારકા જિલ્લામાં બનતા ચોરી, ચીલઝડપ, લુટ, ઘરફોડ વગેરે જેવા મિલકત સબંધી ગુના વણ શોધાયેલ ન રહે તે માટે પરીણામલક્ષી કાર્યવાહી કરવા જરૂરી માર્ગદર્શન અને સલાહ-સુચનો આપેલ હોય.તે અનુસંધાને જામ ખંભાળીયાના શકિતનગર, પાંચવાડી વિસ્તારના રહેણાંક મકાને તા. ૪-૧૦ થી ૧૦-૧૦-૨૬ના કોઇપણ સમયે કોઇ અજાણ્યા ચોર ઇસમો રહેણાંક મકાનની બારી ખોલી મકાનમાં પ્રવેશી બે રૂમના દરવાજાના આગરીયા કાપી બે રૂમમાં રહેલા કબાટમાંથી રોકડ રકમ તથા સોના ચાંદીના દાગીના સહિત રૂ. ૭.૬૯.૫૦૦ નો મુદામાલ ચોરી કરી લઇ ગયેલ હોય, જે અંગે શકિતનગર પાંચવાડી, ખંભાળીયા ખાતે રહેતા ગોવિંદભાઇ વાલજીભાઇ નકુમ દ્વારા ખંભાળીયા પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીનો વણશોધાયેલ ગુનો દાખલ થયેલ હતો.
જેથી ખંભાળીયાના મદદનીશ પોલીસ અધીક્ષક પ્રખરકુમાર તથા પીઆઇ સી.આર. રાણાના સીધા માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી ટીમ વર્ક કરી આગનો આચરનાર આરોપી આરોપી રૂતિક નિતીન નકુમ રહે.પાંચવાળી, શકિતનગર, ખંભાળીયાને પકડી પાડી તેની પાસેથી સોના, ચાંદીના દાગીના સહિત ૯.૧૨.૬૦ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.
પકડાયેલ આરોપી પાસેથી સોના-ચાંદીના દાગીના મળી ૧.૬૫.૦૬૦નો મુદામાલ, ગ્રાઇન્ડર મશીન અને લોખંડનો હુક કબ્જે કર્યો હતો. ફરીયાદીના ઘરના સભ્યો સાથે ગત તા. ૪-૧૦-૨૬ના સુરત ગયા અને આરોપીને પૈસાની જરૂરીયાત હોય જેથી ગત તા. ૯ના રાત્રીના મમાં હાથફેરો કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application