રાજ્યના વિધાનસભા સત્રમાં કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પ્રશ્ન પૂછ્યો હતો કે, રાજ્યમાં ગ્રામ્ય કક્ષાએ આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલે બોન્ડ વસુલાત સંદર્ભે વિધાનસભામાં પુછાયેલ પ્રશ્નના જવાબમાં જણાવ્યું છે કે, રાજયમાં એમબીબીએસ અભ્યાસક્રમમાં પ્રવેશ માટે એડમીશન કમીટી ફોર પ્રોફેશનલ અંડર ગ્રેજયુએટ કોર્ષીસ, ગાંધીનગર ધ્વારા નીટ આધારીત મેરીટ બનાવી ઓન લાઇન પ્રવેશ આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.
સરકાર દ્વારા અત્યાર સુધીમાં ૬૦૮૨ કેસમાં રૂ.૬૪૭.૬૫ કરોડની બોન્ડ વસુલાત કરવામાં આવી- આરોગ્ય મંત્રી
પ્રવર્તમાન નિતી મુજબ રાજયમાં સરકારી મેડીકલ કોલેજોમાં એમ.બી.બી.એસ. અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવતા વિધાર્થીઓ પાસેથી ૧ વર્ષની ગ્રામ્ય સેવાની સામે રૂા.ર૦.૦૦ લાખનો બોન્ડ લેવામાં આવે છે.જી.એમ.ઈ.આર.એસ.સંચાલિત મેડીકલ કોલેજો અને સ્વ-નિર્ભર મેડીકલ કોલેજોમાં સરકારની વિવિધ યોજનાઓ જેવી કે એમ.વાય.એસ.વાય, કન્યા કેળવણી નિધિ, ફ્રી-શિપ કાર્ડનો લાભ લઇ પ્રવેશ મેળવતા વિધાર્થીઓને પણ બોન્ડનિતી લાગુ પડે છે. રાજયમાં એમ.બી.બી.એસ. પાસ વિધાર્થીઓને તેમનો અભ્યાસક્રમ પૂર્ણ કરે ત્યારબાદ તેમને ડીગ્રી સર્ટીફીકેટ આપવાની કાર્યવાહી જે તે યુનિર્વસીટી ધ્વારા કરવામાં આવે છે.રાજયમાં એમ.બી.બી.એસ. પાસ કરેલ ઇન્ટર્નશીપ કરતા ડોકટરોને ગુજરાત મેડીકલ કાઉન્સીલ ધ્વારા પ્રોવિઝનલ રજીસ્ટ્રેશન સર્ટીફીકેટ આપવામાં આવે છે. ઇન્ટર્નશીપ પૂર્ણ થયા બાદ યુનિર્વસીટીની પ્રોવિઝનલ ડીગ્રીના આધારે ફાઇનલ રજીસ્ટ્રેશન કરવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા અત્યાર સુધીમાં ૬૦૮૨ કેસમાં રૂ.૬૪૭.૬૫ કરોડની બોન્ડ વસુલાત કરવામાં આવી છે.
રાજયમાં એક એઇમ્સ સહીત કુલ-40 મેડીકલ કોલેજ કાર્યરત
આરોગ્યમંત્રીએ રાજ્યમાં મેડિકલ કોલેજની સંખ્યા અને તેબનની બેઠકો વિશે જણાવતા કહ્યું હતું કે, રાજ્યમાં કુલ-૩૯ મેડીકલ કોલેજો, એક એઇમ્સ મેડીકલ કોલેજ કાર્યરત જેમાં કુલ-૭૦૫૦ બેઠકો છે. તેમાં ૬-સરકારી, ૧૩- જીએમઇઆરએસ સંચાલિત, ૩-મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત, ૧૬- સ્વનિર્ભર મેડીકલ કોલેજો, ૧-ડીમ્ડ યુનિર્વસીટી સંચાલિત અને ૧-એઇમ્સ રાજકોટ મેડીકલ કોલેજો કાર્યરત છે.
40 મેડિકલ કોલેજમાં કુલ-૭૦૫૦ બેઠકો
રાજ્યમાં કાર્યરત રાજકોટ એઇમ્સ સહીત 40 મેડિકલ કોલેજમાં બેઠકોનો આંકડો જાહેર કર્યો હતો જેમાં સરકારી મેડીકલ કોલેજોમાં ૧૪૦૦ બેઠકો, જીએમઇઆરએસ મેડીકલ કોલેજોમાં ૨૧૦૦, મ્યુનિસિપલ કોર્પોરેશન મેડીકલ કોલેજોમાં ૭૦૦, સ્વ-નિર્ભર કોલેજોમાં ૨૬૫૦, ડીમ્ડ યુનિર્વસીટી કોલેજમાં ૧૫૦ બેઠકો અને એઇમ્સ રાજકોટમાં ૫૦ બેઠકો મળી કુલ ૭૦૫૦ બેઠકો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગૌતમ અદાણીના ભત્રીજા પ્રણવ અદાણીની મુશ્કેલી વધી, SEBIનો ઇનસાઇડર ટ્રેડિંગનો આરોપ
May 03, 2025 11:34 AMટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં અધિકારીઓ સામેની કાર્યવાહી ધીમી: હાઈકોર્ટ દ્રારા ટકોર
May 03, 2025 11:29 AMફાયર સેફટી મામલે હોસ્પિટલોની શું સ્થિતિ છે? સરકાર પાસે રિપોર્ટ માગતી હાઈકોર્ટ
May 03, 2025 11:28 AMપડધરીમાં ઝડપાયેલી બાંગ્લાદેશી યુવતિ જામનગરના યુવાન સાથે લગ્ન માટે ભારત આવી
May 03, 2025 11:26 AMમાધવપુરના ડો.આંબેડકર ચોકમાં કરોડોના ગેરકાયદે દબાણો પર ફર્યું તંત્રનું બુલડોઝર
May 03, 2025 11:25 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech