BREAKING NEWS

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બજાણા ખાતે યોજાઈ ‘જનકલ્યાણ શિબિર’ યોજાઈ

  • June 12, 2026 04:47 PM 

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બજાણા ખાતે યોજાઈ ‘જનકલ્યાણ શિબિર’ યોજાઈ

૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના

મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને લાભ વિતરણ, વૃક્ષારોપણ, સ્વછતા ઝુંબેશ વગેરે કાર્યક્રમો યોજાયા

વિવિધ સ્ટોલ દ્વારા નાગરિકોને યોજનાઓની માહિતી અને અન્ય સરકારી સેવાઓ ઉપલબ્ધ કરાવાઈ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણના સફળ ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૧૨ થી ૨૦ જૂન દરમિયાન વિવિધ જિલ્લાના વિવિધ તાલુકાઓના ગ્રામ્ય કક્ષાએ જિલ્લા પંચાયત બેઠક દીઠ  ‘જનકલ્યાણ શિબિર’નું આયદના હાથ ધરવામાં આવ્યું છે.

બજાણા આહિર સમાજ ખાતે યોજાયેલ જનકલ્યાણ શિબિરમાં મહાનુભાવોને હસ્તે આયુષ્માન વય વંદના યોજના, ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજના વગેરે યોજનાના લાભાર્થીઓને લાભ વિતરણ કરાયું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિતોને વિવિધ યોજનાઓની જાણકારી આપવામાં આવી હતી. વધુમાં મહાનુભાવોના હસ્તે પ્રાંગણમાં વૃક્ષારોપણ કરાયું હતું અને શ્રમદાન દ્વારા પ્રાંગણની સફાઈ કરવામાં આવી હતી. ઉપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકારની પ્રમુખ યોજનાઓની માહિતી મેળવવા તેમજ અરજી કરવા માટે અને અન્ય સરકારી સેવાઓ માટે વિભાગોના આધાર કાર્ડને લગતી સેવાઓ, વિવિધ દાખલાઓ કઢાવવાની સેવાઓના સ્ટોલ સહિતના વિવિધ સ્ટોલ પણ તૈયાર કરવામાં આવ્યાં હતાં જેમાં  આરોગ્ય કેમ્પમાં ગ્રામજનોને આરોગ્ય તપાસ સુવિધા આપવામાં આવી હતી તેમજ મફત કાનૂની સહાય અંગે જાગૃતિ અર્થે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા સ્ટોલ તૈયાર કરવામાં આવ્યો હતો.

આ તકે પ્રાંત અધિકારી કે.કે.કરમટા, તાલુકા વિકાસ અધિકારી એન.એલ.બેડિયાવદરા અગ્રણી એભાભાઈ કરમૂર સહિત તાલુકા તથા સ્થાનિક પદાધિકારીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application