સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત જામખંભાળિયા તાલુકાના ભંડારીયા ખાતે સેવા સેતુ ૨.૧(ગ્રામ્ય) કાર્યક્રમ યોજાયો
રાજ્યસભા સાંસદ જીતેન્દ્રભાઈ કણઝારિયા તથા ધારાસભ્ય મુળુભાઇ બેરા સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ
સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને મહાનુભાવો હસ્તે લાભાન્વિત કરાયા
સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત નાગરિકોને પોતાના ઘર આંગણે જ સરકારની વિવિધ યોજનાઓ લાભ પ્રાપ્ત થાય તે હેતુથી સેવા સેતુ ૨.૧નો પ્રારંભ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં થયેલ છે. જે અન્વયે આજરોજ ખંભાળિયા તાલુકાના ભંડારીયા ગામે સેવા સેતુ ૨.૧ કાર્યક્રમ યોજાયો હતો.
આ તકે રાજ્યસભાના સાંસદ જીતેન્દ્રભાઈ કણઝારીયા જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ એટલે તા.૧૭ સપ્ટેમ્બરથી તા.૧૭ ઓક્ટોબર સુધી સેવા સંકલ્પ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય છેવાડાના માનવી સુધી કેન્દ્ર તથા રાજ્ય સરકારની જનકલ્યાણલક્ષી યોજનાઓ લાભ મળે અને આ યોજના થકી તેમના જીવનમાં આમૂલ પરિવર્તન આવે તે રહેલો છે. વડાપ્રધાનના વિકસિત ભારત ૨૦૪૭ના સંકલ્પને ચરિતાર્થ કરવા સૌએ સહભાગી થવા આહવાન કર્યું હતું.
આ તકે ધારાસભ્ય મુળુભાઇ બેરાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ તા.૧૭ સપ્ટેમ્બરથી એક મહિના સુધી સેવા સંકલ્પ અભિયાન થકી વિવિધ આયોજનો હાથ ધરવામાં આવ્યા છે. જેના ઉપલક્ષમાં સેવા સેતુ ૨.૧નું આયોજન સમગ્ર જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. નાગરિકોને સરકારની વિવિધ યોજનાઓ લાભ એક જ સ્થળે મળી રહે તે માટે થોડા ગામો કલસ્ટર બનાવી સેવા સેતુ જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. છેલ્લા ૨૫ વર્ષથી જનસેવાના સંકલ્પ સાથે કાર્યરત યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત ૨૦૪૭ના સંકલ્પને સાકાર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર કામગીરી કરી રહી છે. સેવાની સાથે આપણું ગામ વિકસિત બને તથા વિકસિત ભારતનો સંકલ્પ ચરિતાર્થ થાય તે માટે આપણે સૌએ યોગદાન આપવું જોઇએ.
ઉપરાંત, મહાનુભાવોના હસ્તે આયુષ્માન વયવંદના યોજના, વ્હાલી દિકરી યોજના સહિતની યોજનાના લાભાર્થીઓને લાભ વિતરિત કરાયા હતા.
સેવા સેતુ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી સંધ્યાબેન હેરમા, ઇ.ચા.મામલતદાર વીરાંગ વ્યાસ, અગ્રણી રાજુભાઈ ભરવાડ, મસરીભાઈ નંદાણીયા, ગોવિંદભાઈ કનારા, દેવશીભાઈ ભાટિયા, વિરેનભાઇ કરમૂર સહિત સરપંચ તેમજ સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application