જામનગર: શિક્ષણ સમિતિની શાળાઓમાં શિક્ષણની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો થાય તે માટે થયું ચિંતન
મ્યુ.કમિશ્નર દીપેશ કેડિયાની હાજરીમાં એપ્લીકેશન લોન્ચ કરી પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડ્યું
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા નીપુણ ગુજરાત અભિયાન અંતર્ગત ત્રિ-વર્ષિય શૈક્ષણિક આયોજન અંતર્ગત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ જામનગર દ્વારા ધોરણ ૧ થી ૮ ના અંદાજિત 13,000 થી વધુ વિદ્યાર્થીઓ માટે અસરકારક વાંચન લેખન અને ગણન કૌશલ્ય વિકસાવવા તેમજ શિક્ષણને વધુ સમૃધ્ધ કરવા તેમજ શિક્ષણની ગુણવત્તામાં વધારો કરવા માટે શિક્ષણ સચિવ અને શિક્ષણ મંત્રીના માર્ગદર્શન હેઠળ થયેલી સમીક્ષા મીટીંગ અન્વયે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ જામનગર દ્વારા આજરોજ મ્યુનિસિપલ કમિશનર દીપેશ કેડીયાના માર્ગદર્શન હેઠળ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન પરસોત કકનાણી શાશનાધિકારી ફાલ્ગુનીબેન પટેલ, રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ચંદ્રકાંત ખાખરીયા સહિતના હોદ્દેદારો અને સીઆરસી કો ઓર્ડીનેટરની ઉપસ્થિતિમાં શાળાના આચાર્ય અને શિક્ષકોને માર્ગદર્શન સાથે નિપુણ ગુજરાત એપ્લિકેશન લોન્ચિંગનો કાર્યક્રમ અંગ્રેજી માધ્યમશાળા ખાતે યોજવામાં આવેલ.
આ કાર્યક્રમથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં શિક્ષણની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો થાય તેમ જ આગામી પરખ સર્વેક્ષણમાં જામનગર નગરપાલિકાની શાળાનું પર્ફોમન્સ આગળ આવે તેવા હેતુથી આ કાર્યક્રમ શરૂ કરવામાં આવેલ છે. આ એપ્લિકેશન બનાવવામાં પરેશભાઈ સાહત્યા, સંજયભાઈ મેશિયા, સંજયભાઈ ચાંદ્રા વગેરે શિક્ષકોએ જહેમત ઉઠાવેલ છે.