BREAKING NEWS

જામનગરનો શખ્સ ગાંજાના જથ્થા સાથે ઝડપાયો

  • August 27, 2026 10:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરનો શખ્સ ગાંજાના જથ્થા સાથે ઝડપાયો

જામનગરના ઉનની કંદોરી પાસે રહેતા એક શખ્સને ફલ્લાથી આગળના રોડ પર ૨ કીલો ૯૦૦ ગ્રામ ગાંજા સાથે એસઓજીની ટુકડીએ બાતમીના આધારે ઝડપી લીધો હતો, પુછપરછમાં વેચાણ અર્થે ગાંજો નાગપુરથી લાવ્યાનું ખુલ્યુ છે. 
​​​​​​​
જામનગરના એસઓજીનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે મળેલ બાતમીના આધારે ફલ્લા ગામથી આગળના રોડ પર જામનગરની ઉનની કંદોરી પાસે સુમરા ચાલીમાં રહેતા હાજી ઉર્ફે દુનો આદમ ખફી (ઉ.વ.૨૬) નામના શખ્સને ૨ કીલો ૯૦૦ ગ્રામ ગાંજો કિ. ૧.૪૫ લાખ, ૧ મોબાઇલ, ૧ થેલો અને રેલ્વેની ટીકીટ મળી કુલ ૧.૫૦ લાખના મુદામાલ સાથે દબોચી લીધો હતો.
પુછપરછ કરતા હાજી ખફી મહારાષ્ટ્રના નાગપુર ખાતે રહેતા બન્ડુબાબા નામના શખ્સ પાસેથી આ ગાંજો વેચાણ અર્થે લાવ્યો હોવાનું જણાવ્યુ હતું. મહારાષ્ટ્રીયન શખ્સને ફરાર જાહેર કરી બંનેની સામે પંચકોશી-એમાં એનડીપીએસ મુજબ ફરીયાદ નોંધીને તપાસ લંબાવવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application