BREAKING NEWS

દેવભૂમિ દ્વારકા: અપહરણ અને પોક્સો કેસમાં કલ્યાણપુર પોલીસની ઝડપી કાર્યવાહી, કલાકોમાં આરોપી સહિત મદદગાર ઝડપાયા

  • July 13, 2026 10:29 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવભૂમિ દ્વારકા: અપહરણ અને પોક્સો કેસમાં કલ્યાણપુર પોલીસની ઝડપી કાર્યવાહી, કલાકોમાં આરોપી સહિત મદદગાર ઝડપાયા

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણ અને પોક્સો એક્ટ હેઠળના ગંભીર ગુનામાં પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને મુખ્ય આરોપી તેમજ તેને મદદ કરનાર અન્ય એક વ્યક્તિને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

જિલ્લા પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા તથા નાયબ પોલીસ અધિક્ષક સાગર રાઠોડના માર્ગદર્શન હેઠળ કલ્યાણપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર. એન. હાથલિયા અને તેમની ટીમે ગુનો નોંધાતાની સાથે જ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપી અને સગીરાને શોધવા માટે અલગ-અલગ ટીમો કાર્યરત કરવામાં આવી હતી.

તપાસ દરમિયાન આરોપી અને સગીરા કલ્યાણપુર તાલુકાના પીંડારા ગામની સીમ વિસ્તારમાં હોવાની ચોક્કસ માહિતી મળતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર યુ. બી. અખેડ અને રાવલ પોલીસ સ્ટાફે તાત્કાલિક સ્થળ પર પહોંચી બંનેને હસ્તગત કર્યા હતા. ત્યારબાદ તેમને કલ્યાણપુર પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. પોલીસે મુખ્ય આરોપીની સાથે તેને મદદ કરનાર અન્ય એક વ્યક્તિની પણ કાયદેસરની અટકાયત કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. સગીરાની તબીબી તપાસ સહિતની જરૂરી કાનૂની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે.

પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, 15 વર્ષ અને 2 માસની સગીરાને આરોપીએ લાલચ આપી અને તેના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરીને ભગાડી જવાના આશયથી ગુનો આચર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ બનાવ અંગે ભારતીય ન્યાય સંહિતાની કલમ 137(2), 87 તેમજ પોક્સો એક્ટની કલમ 12 હેઠળ ગુનો નોંધાયો છે.

કલ્યાણપુર પોલીસે ગંભીર પ્રકારના આ ગુનામાં ઝડપભેર કાર્યવાહી કરીને આરોપીઓને ટૂંકા સમયમાં પકડી પાડતા પોલીસની સતર્કતા અને કાર્યક્ષમતાની પ્રશંસા થઈ રહી છે. હાલ સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ હોવાનું પોલીસે જણાવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News