BREAKING NEWS

જામનગર શહેર-જીલ્લામાં દારૂ અંગે દસ સ્થળે દરોડા : સાતની અટક

  • October 13, 2026 11:22 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર શહેર-જીલ્લામાં દારૂ અંગે દસ સ્થળે દરોડા : સાતની અટક

શરાબની નાની-મોટી બોટલો અને વાહનો કબ્જે : ચારની સંડોવણી ખુલી

જામનગર શહેર જીલ્લામાં ૩ દિવસ દરમ્યાન અલગ અલગ વિસ્તારોમાંથી ઇંગ્લીશ દારૂની નાની-મોટી બોટલો અને બિયર સાથે ૭ શખ્સોને પકડી લેવામાં આવ્યા છે, ચારની સંડોવણી ખુલી છે, દારૂ અને વાહનો કબ્જે લઇ પ્રોહીબીશન મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી. જુદા જુદા દસ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં પંચેશ્ર્વર ટાવર, જોડિયાભુંગા, જામજોધપુરના બાલવા વિસ્તાર, દિગ્જામ સર્કલ રોડ, પવનપકકી, એમ્યુઝમેન્ટ પાર્ક નજીક, ગજણા ફાટકનો સમાવેશ થાય છે.

જામનગરના ગુરૂદ્વારા ચોકડી શ્રઘ્ધા એપાર્ટમેન્ટની સામેના વિસ્તારમાં રહેતા કેતન હરીશ પરમારને ઇંગ્લીશ દારૂના ૬ ચપલા સાથે સીટી-એ પોલીસે પંચેશ્ર્વર ટાવર રોડ પરથી પકડી લીધો હતો, જયારે જોડિયાભુંગા સાયચા પાડામાં રહેતા કરીમ મામદ કકકલને ઇંગ્લીશ દારૂના બે ચપલા સાથે દબોચી લીધો હતો. જેમાં ગુલાબનગરના બબલુનું નામ ખુલ્યુ હતુ.

આ ઉપરાંત જામનગર પોલીસ દ્વારા એમ્યુઝમેન્ટ પાર્ક પાસે ક્રિષ્નાનગરમાં રહેતા યુવરાજસિંહ અનોપસિંહ ભટ્ટીના મકાને દરોડો પાડીને શરાબના ૩૦ ચપલા કબ્જે કર્યા હતા, આરોપી દરોડા વખતે નાશી ગયો હતો તથા સુભાષ શાક માર્કેટ, ગાયવાળી ફળીમાં રહેતા જીમટ્રેનર જયદીપ પ્રભુલાલ ચુડાસમાને મોટરસાયકલ નં. જીજે૧૦બીડી-૭૨૮૯માં શરાબની બે બોટલ લઇને દિગ્જામ સર્કલ રોડ પરથી નીકળતા સીટી-સી પોલીસે પકડી લીધો હતો, કુલ ૪૦૯૬૯નો મુદામાલ કબ્જે કર્યો હતો.

અન્ય દરોડામાં દિ.પ્લોટ-૫૮, હિંગળાજ ચોક પાસે રહેતા હરેશ ઉર્ફે હરી નેણસી ગોરીને ઇ-બાઇક નં. જીજે૧૦ઇએફ-૨૬૮૯માં ઇંગ્લીશ દા‚ના ૧૨ ચપલા લઇને પવનચકકી રોડ પરથી પકડી લેવાયો હતો, દારૂ અને બાઇક મળી ૫૧૨૦૦નો મુદામાલ જપ્ત કરાયો હતો, તપાસ દરમ્યાન દિ.પ્લોટ-૪૯ રોડ ઓધવરામનગરમાં રહેતા પ્રશાંત બાવાજીનું નામ ખુલ્યુ હતું. 

જામજોધપુર પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે બાલવા ગોળાઇમાં ક્રેટા કાર નં. જીજે૨૭-સીએફ-૩૫૨૫માંથી શરાબના ૧૦ ચપલા અને કાર મળી ૫.૩૧.૮૪૦નો મુદામાલ જપ્ત કરાયો હતો. આ અંગે કારચાલક સામે ફરીયાદ નોંધીને તપાસ લંબાવવામાં આવી છે. તેમજ બાલવા રેલ્વે ફાટક રોડ પર શરાબના ૭ ચપલા સાથે રેલ્વે સ્ટેશન સોસાયટી વિસ્તારમાં રહેતા ચના માંડા કરોતરાને દબોચી લીધો હતો. 

આ ઉપરાંત બાલવા પ્લોટ વિસ્તારમાં રહેતા જમન પરસોતમ કણસાગરાને ઇંગ્લીશ દારૂના બે ચપલા સાથે સ્ટેશન રોડ પરથી સ્થાનીક પોલીસે પકડી લીધો હતો, અન્ય દરોડામાં જામનગરમાં કિર્તી પાન પાછળ રહેતા દુકાનદાર ચેતનસિંહ સદુભા રાઠોડ નામના શખ્સને ડબાસંગ ગજણા ફાટક પાસે ૨૮ ચપલા અને ૪૦ બિયર ટીન તથા જયુપીટર બાઇક નં. જીજે૧૦ઇઇ-૧૭૮૩ મળી કુલ ૪૬૨૦૦ના મુદામાલ સાથે પકડી લીધો હતો.
​​​​​​​
સીટી-સી ડીવીઝન પોલીસ દ્વારા બાતમીના આધારે અંધાશ્રમ ફાટક નજીક આવાસ કોલોની બ્લોક ૫૧માં રહેતા બિપીન ઉર્ફે લાકડી કારા મુછડીયાને ઇંગ્લીશ દારૂની ૮૦ બોટલ, ૪૮ ચપલા મળી ૫૧૯૨૦ના મુદામાલ સાથે પકડી લીધો હતો. દારૂ આપનાર જામનગરના રવિ ફુશનું નામ ખુલ્યુ હતું. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application