સુરેન્દ્રનગર યાર્ડમાં માલગાડીના બે વેગન પાટા પરથી ઉતર્યા, રેલ વ્યવહાર પ્રભાવિત
સુરેન્દ્રનગર યાર્ડમાં માલગાડીના બે વેગન પાટા પરથી ઉતર્યા, રેલ વ્યવહાર પ્રભાવિત
October 21, 2026 06:48 PM
સુરેન્દ્રનગર યાર્ડમાં માલગાડીના બે વેગન પાટા પરથી ઉતર્યા, રેલ વ્યવહાર પ્રભાવિત
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનના સુરેન્દ્રનગર યાર્ડમાં બુધવાર, 21 ઓક્ટોબર 2026ના રોજ બપોરે 13:30 કલાકે પનકી ધામ (કાનપુર નજીક, ઉત્તર પ્રદેશ) થી હાપા જઈ રહેલી એક ખાલી માલગાડીના બે વેગન પાટા પરથી ઉતરી ગયા હતા. આ ઘટના તે સમયે બની જ્યારે માલગાડી યાર્ડમાં લૂપ લાઇન પરથી મુખ્ય લાઇન તરફ જઈ રહી હતી.
આ ઘટનામાં કોઈ પણ જાનહાનિના સમાચાર નથી.
આ ઘટનાના કારણે રેલ વ્યવહાર પ્રભાવિત થયો છે. તેની વિગતો નીચે મુજબ છે:
બે પેસેન્જર ટ્રેનો આંશિક રીતે રદ: 1) ટ્રેન નંબર 59272 ભાવનગર ટર્મિનસ–સુરેન્દ્રનગર પેસેન્જર વઢવાણ સિટી સ્ટેશને ટૂંકાવી દેવામાં આવશે (શોર્ટ ટર્મિનેટ થશે). તેથી વઢવાણ સિટી–સુરેન્દ્રનગર વચ્ચે આ ટ્રેન આંશિક રીતે રદ રહેશે.
2) ટ્રેન નંબર 59203 સુરેન્દ્રનગર–ભાવનગર ટર્મિનસ પેસેન્જર વઢવાણ સિટી સ્ટેશનથી ઉપડશે. તેથી સુરેન્દ્રનગર–વઢવાણ સિટી વચ્ચે આ ટ્રેન આંશિક રીતે રદ રહેશે.
મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ યાત્રા શરૂ કરતાં પહેલાં સંબંધિત ટ્રેનોની અદ્યતન સ્થિતિની માહિતી રેલવેના સત્તાવાર પૂછપરછ માધ્યમો પરથી મેળવી લ્યે.