BREAKING NEWS

જામનગર: સુરેન્દ્રનગર યાર્ડમાં માલગાડીના બે વેગન ખડી ગયા બાદ, ગત રાત્રે ૧૧ વાગ્યે  બન્ને લાઇન પર રેલ વ્યવહાર પૂર્વવત

  • October 22, 2026 01:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

​​​​​​​જામનગર: સુરેન્દ્રનગર યાર્ડમાં માલગાડીના બે વેગન ખડી ગયા બાદ, ગત રાત્રે ૧૧ વાગ્યે  બન્ને લાઇન પર રેલ વ્યવહાર પૂર્વવત
 
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનના સુરેન્દ્રનગર યાર્ડમાં બુધવાર, ૨૧ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ બપોરે ૧૩:૩૦ કલાકે પનકી ધામ (કાનપુર નજીક, ઉત્તર પ્રદેશ) થી હાપા જઈ રહેલી એક ખાલી માલગાડીના બે વેગન પાટા પરથી ઉતરી ગયા હતા. 
આ ઘટના તે સમયે બની જ્યારે માલગાડી યાર્ડમાં લૂપ લાઇન પરથી મુખ્ય લાઇન તરફ જઈ રહી હતી.આ ઘટનાથી મોડી સાંજ સુધી રેલ વ્યવહાર પ્રભાવિત રહ્યો હતો.

સુરેન્દ્રનગર યાર્ડમાં હાપા આવી રહેલ  માલગાડીના બે વેગન પાટા પરથી ઉતરી ગયા હતા સદનસીબે જાનહાનિ ટળી હતી,રેલ્વે ટેકનીશ્યન, અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા મોડી રાત્રે ૧૧ વાગ્યે બન્ને લાઈનો પૂર્વવત કરી દેવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application