BREAKING NEWS

જામનગરના બેડીમાં રસ્તાનું ખોદકામ કરતા રાજાશાહી સમયનો રેલવે ટ્રેક મળી આવ્યો

  • October 21, 2026 02:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
  ↵

જામનગરના બેડીમાં રસ્તાનું ખોદકામ કરતા રાજાશાહી સમયનો રેલવે ટ્રેક મળી આવ્યો


જામનગરના બેડીમાં રસ્તાનું ખોદકામ કરતા રાજાશાહી સમયનો રેલવે ટ્રેક મળી આવ્યો છે. ટ્રેનના પાટા મળી આવતા ઇજનેરો મૂંઝવણમાં મૂકાતા કામ હંગામી ધોરણે બંધ કરવામાં આવ્યું છે. ૧૨૫ મીટરનો મળી આવેલો ટ્રેક નેરો ગેજ રેલવે લાઇનનો ભાગ હોવાનું પ્રાથમિક તારણ દર્શાવામાં આવ્યું છે. 

જામનગરના બેડી વિસ્તારમામ્ં કાપડમીલની ચાલીમાં મનપા દ્વારા સીસી રોડ બનાવવા માટે ખોદકામ કરવામાં આવ્યું હતું .આ દરમ્યાન ટ્રેનના પાટા મળી આવતા લોકોની સાથે ઇજનેરોમાં પણ આશ્ર્ચર્ય સર્જાંયું હતું.માર્ગ બનાવવા માટે ખોદકામ દરમ્યાન ૧૨૫ મીટર જેટલા જૂના રેલવે ટ્રેકનો ભાગ મળી આવ્યો હતો. જે રાજાશાહી સમયમાં ચાલતી નેરો ગેજ ટ્રેનની લાઇનનો હીસ્સો હોવાનું પ્રાથમિક તારણ દર્શાવાયું છે. માર્ગની કામગીરી દરમ્યાન રેલવે ટ્રેક મળી આવતા મનપાની સીવીલ શાખાના ઇજનેરો મૂંઝવણમાં મૂકાયા હતા અને હંગામી ધોરણે માર્ગનું કામ બંધ કર્યું છે. આ અંગે મનપાએ રેલવે વિભાગને પણ જાણ કરી છે. આથી રેલવેના ઇજનેરો દ્વારા સ્થળ નિરીક્ષણ કર્યા બાદ રેલવેના આ જૂના પાટા કાઢીને જૂના રેલવે સ્ટેશન પાસે આવેલી જગ્યામાં મોકલવામાં આવશે તેમ જાણવા મળ્યું છે. અત્રે નોંધનીય છે કે, જામનગરના ઇતિહાસના પુસ્તકોમાં ૧૯૨૧ના વર્ષમાં જામનગર-દ્વારકા રેલવે માર્ગથી જોડાયા હતાં અને જામનગર શહેરથી રોઝી બંદર સુધીની રેલવે લાઇનનું ઉદઘાટન તા.૨૬ મે ૧૯૩૮ના થયું હોવાનું નોંધાયું છે. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application