BREAKING NEWS

જામનગર નગરના નભમાં મેઘરૂપી વાદળા યથાવત: વરસાદ ગાયબ: તાપમાન ૩૩ ડીગ્રી

  • August 07, 2026 12:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર નગરના નભમાં મેઘરૂપી વાદળા યથાવત: વરસાદ ગાયબ: તાપમાન ૩૩ ડીગ્રી

જામનગર જિલ્લો, દેવભૂમિ દ્વારકા જિલ્લો, અને કચ્છમાં અન્ય જિલ્લાઓની સરખામણીમાં નહિવત વરસાદ

જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી મેઘરૂપી વાદળાની હાજરી હોવા છતાં વરસાદ ગાયબ થઇ ગયો છે. વાદળા અને સુર્યનારાયણની સંતાકૂકડી વચ્ચે તાપમાનનો પારો ૩૩.૮ ડીગ્રીએ પહોંચ્યો છે.

હવામાન ખાતાના જણાવ્યા મુજબ વધુમાં વધુ તાપમાન ૩૩.૮, ઓછામાં ઓછુ તાપમાન ૨૭.૭, હવામાં ભેજ ૭૬, પવનની ગતિ ૩૫ થી ૪૦ પ્રતિકલાક જોવા મળી છે. સામાન્ય રીતે મગફળી અને કપાસનું વાવેતર વધુ થતુ હોય છે, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૨.૫૦ લાખ હેકટર જમીનમાંથી ૧.૫૮ લાખ હેકટરમાં વાવેતર થયુ હોવાનુ જાણવા મળ્યું છે તેમાં સૌથી વધુ ૧.૪૪ લાખ હેકટરમાં મગફળીનુ વાવેતર થયુ હોવાનું પણ જાણવા મળ્યું છે. 

સમગ્ર રાજયમાં જામનગર જિલ્લો, દેવભૂમિ દ્વારકા જિલ્લો, અને કચ્છમાં અન્ય જિલ્લાઓની સરખામણીમાં નહિવત વરસાદ પડયો છે. ખાસ કરીને જામનગર જિલ્લો અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના તળાવો અને ડેમો અષાઢ મહિનામાં પણ છલકાયા નથી. જેને કારણે ખેડુતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. 

જામનગરમાં ગઇકાલે અને આજે સવારે આ લખાય છે ત્યારે પણ વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. ગઇકાલે દિવસભર વાદળ અને સુર્ય વચ્ચે સંતાકૂકડી જેવો માહોલ જોવા મળ્યો હતો. વાદળછાયા વાતાવરણને કારણે તડકો જોવા મળ્યો ન હતો પરંતુ દિવસભર બફારો યથાવત રહેવા પામ્યો હતો. 

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મોસમનો વરસાદ નહિંવત પડવાને લીધે બન્ને જિલ્લાના ખેડુતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ખેડુતો શ્રાવણ અને ભાદરવાની આશ લઇને બેઠા છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application