BREAKING NEWS

વાદળછાયા વાતાવરણ વચ્ચે ડાંગ જિલ્લામાં અને સાપુતારામા માવઠું

  • January 31, 2026 10:36 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના ભાગરૂપે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છના અને રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી વાદળછાયુ વાતાવરણ જોવા મળે છે. ગઈકાલે સાંજે ડાંગ જિલ્લાના આહવા અને સુબીરમાં સામાન્ય વરસાદ થયો હતો આવી જ રીતે સાપુતારામાં પણ વરસાદ થયો હોવાના વાવડ છે. સુબીરમા તો જાણે ચોમાસાનો વરસાદ હોય તેમ રોડ પરથી પાણી વહેવા લાગ્યા હતા.

ગુજરાતના હિલ સ્ટેશન સાપુતારામાં વરસાદના કારણે પ્રવાસીઓને મજા પડી ગઈ હતી પરંતુ ખેતી ક્ષેત્રને નુકસાનની શક્યતા છે. રવિ પાક અને આંબાવાડીમાં આવેલા મોરને માવઠાના કારણે નુકસાન થવાની ભીતી વ્યક્ત કરવામાં આવે છે. જોકે ગઈકાલે વરસાદ શરૂ થતાની સાથે જ ખેડૂતો પોતાનો પાક બચાવવા દોડધામમાં પડી ગયા હતા.

બદલાયેલા વાતાવરણની અસરના ભાગરૂપે ઠંડી સાવ ગાયબ થઈ ગઈ હોય તેમ લઘુતમ તાપમાન ડબલ ફિગરમાં આવી ગયું છે. રાજકોટમાં આજે સવારે લઘુતમ તાપમાન 18 ડિગ્રી હતું 10 કીલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ 45% નોંધાયું છે.

ગિરનાર પર્વત ઉપર આજનું લઘુતમ તાપમાન 11.2 ડિગ્રી નોંધાયું છે. જુનાગઢ શહેરમાં 16.2 અને ભવનાથ તળેટીમાં 14.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન રહેવા પામ્યું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 83% થયું છે અને તેના કારણે ગુલાબી ઠંડી જેવો માહોલ અનુભવાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application