BREAKING NEWS

જામનગર શહેરમાં યુવતિ પર દુષ્કર્મ : બે શખ્સોની ધરપકડ

  • August 12, 2026 11:42 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર શહેરમાં યુવતિ પર દુષ્કર્મ : બે શખ્સોની ધરપકડ

લગ્નની લાલચ આપી વિડિયો ઉતારી એક શખ્સે કુકર્મ આચર્યુ : અન્ય શખ્સે પણ કાળુ મોઢુ કર્યુ : શારીરીક શોષણનો મામલો પોલીસમાં પહોચ્યો

જામનગરમાં રહેતી એક યુવતિ સાથે અલગ અલગ સમયે બે શખ્સોએ દુષ્કર્મ ગુજાર્યાની ફરીયાદ સીટી-સી ડીવીઝનમાં નોંધાવવામાં આવતા પોલીસે ફરીયાદ આધારે બંને શખ્સોની ધરપકડ કરી છે, એક શખ્સે મિત્રતા કેળવીને વિડિયો ઉતારી દુષ્કર્મ ગુજાર્યુ હતું અને આશરે સાત માસ સુધી યુવતિનું શોષણ કર્યાનું ફરીયાદમાં જણાવાયુ છે. 

જામનગરમાં અગાઉ રહેતી એક યુવતિ સાથે પરિચય કેળવીને આરોપી પ્રતિકગીરીએ લગ્ન કરવાની લાલચ આપીને તેની મરજી વિરુઘ્ધ શરીર સબંધ બાંધી તેનો અભદ્ર વિડિયો ઉતારી અને ફરીયાદી યુવતિને વિડિયો વાયરલ કરવાની ધમકી આપીને આરોપીએ અજય સાથે શરીર સબંધ બાંધવાનુ કહયુ હતું ત્યાર બાદ આરોપી અજયે પણ યુવતિ સાથે તેની મરજી વિરુઘ્ધ શરીર સબંધ બાંધી આમ અવાર નવાર બંને આરોપીઓએ અલગ અલગ સમયે યુવતિ સાથે શરીર સબંધ બાંધી ગુનો કર્યો હતો. ધાક ધમકીના કારણે યુવતિ મૌન રહી હતી, દરમ્યાનમાં શોષણથી કંટાળીને આખરે પોલીસનો સંપર્ક કર્યો હતો.

દરમ્યાનમાં યુવતિ દ્વારા સીટી-સી ડીવીઝનમાં પ્રતિકગીરી દોલતગીરી ગોસ્વામી અને અજય બરછા નામના બે શખ્સો સામે બીએનએસ કલમ ૬૪(૨)(એમ), ૫૪, ૩૫૧(૨) મુજબ ફરીયાદ નોંધાવી હતી, જેના આધારે પીઆઇ ડાભી અને સ્ટાફ દ્વારા તપાસ કરીને બંને આરોપીઓને અટકમાં લઇ રીમાન્ડ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આશરે સાત મહિનાના સમયગાળામાં તેણીનું શારીરીક શોષણ આરોપીઓ દ્વારા કરવામાં આવ્યુ હતં જે તે સમયે યુવતિ ધાકધમકીના કારણે ચુપ રહી હતી દરમ્યાનમાં યુવતિએ જામનગરના અન્ય એક યુવક સાથે પ્રેમલગ્ન કરી લીધા હતા, એ પછી પણ એક આરોપી દ્વારા તેણીના પતિને મોબાઇલ ફોન કરીને ધમકી આપ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે જે બાબતે અગાઉ પોલીસમાં જાણ કરવામાં આવી હતી અને આ અંગેની તપાસ દરમ્યાન મામલો સામે આવતા વિધિવત ફરીયાદ નોંધીને કાર્યવાહી આગળ ધપાવવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application