BREAKING NEWS

જામનગરમાં ખખડધજ ગીતાલોજનું પુન: ડીમોલીશન, સંભવત: આજે જમીનદોસ્ત થશે

  • July 06, 2026 07:09 AM 

જામનગરમાં ખખડધજ જામનગરમાં ખખડધજ ગીતાલોજનું પુન: ડીમોલીશન, સંભવત: આજે જમીનદોસ્ત થશે, સંભવત: આજે જમીનદોસ્ત થશે

કસ્ટમ હાઉસની પાડતોડ દરમ્યાન અકસ્માતના પગલે કાર્યવાહી સ્થગિત કરાઇ હતી

મશીનરી દ્વારા ઇમારત પાડવાની કામગીરી: ખર્ચનું બીલ માલીકને મોકલવામાં આવશે

જામનગરમાં જૂના રેલવે સ્ટેશન પાસે આવેલી ખખડધમ ગીતાલોજનું પુન:ડીમોલીશન મનપા દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. સંભવત: આજે ઇમારત જમીનદોસ્ત થશે. મનપાએ મશીનરી દ્વારા ઇમારત પાડવાની કામગીરી શરૂ કરી છે. ખર્ચનું બીલ માલીકને મોકલવામાં આવશે. કસ્ટમ હાઉસની પાડતોડ દરમ્યાન અકસ્માતના પગલે બંને ઇમારતની ડીમોલીશન કાર્યવાહી મહાપાલીકાન દ્વારા સ્થગિત કરવામાં આવી હતી.

જામનગરમાં જૂના રેલવે સ્ટેશન પાસે આવેલ ૭૫ વર્ષ જૂની ગીતાલોજની ઇમારત જર્જરીત થઇ ગઇ હોય મનપા દ્વારા નિયમ મુજબ વખતોવખત નોટીસ ફટકારવામાં આવી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસા પૂર્વે મનપા દ્વારા જર્જરીત ઇમારતો તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત જૂના રેલવે સ્ટેશન પાસે આવેલી ગીતાલોજ અને ગ્રેઇનમાર્કેટમાં આવેલી કસ્ટમ હાઉસની ઇમારતનું ડીમોલીશન હાથ ધરાયું હતું. પરંતુ કસ્ટમ હાઉસની પાડતોડ દરમ્યાન છત ધસી પડતા ત્રણ શ્રમીકોને ઇજા પહોંચી હતી. આ બનાવ બાદ બંને ઇમારતોની ડીમલીશન કામગીરી મનપા દ્વારા અટકાવવી જ‚રી સોઇલીંગ ટેસ્ટ કરાવવામાં આવ્યા હતાં.ત્યારબાદ કસ્ટમ હાઉસની ઇમારત તોડી પાડવામાં આવી હતી. જયારે ખખડધજ ગીતાલોજનું ડીમોલીશન ગઇકાલે પુન: મનપા દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. આ કામગીરી મશીનરી દ્વારા હાથ ધરવામાં આવી છે. સંભવત: આજે સમગ્ર ઇમારત જમીનદોસ્ત થશે. આ પાડતોડની કામગીરીનું બીલ ગીતાલોજના વીદેશ રહેતા માલીકને મોકલવામાં આવશે. અત્રે નોંધનીય છે કે, ગીતાલોજનું ચાર માળની ગાંધીજીની પ્રતિમાવાળી ઇમારત આઝાદીકાળનું સંભારણા સમાન છે. આ ઇમાુરત જર્જરીત થતાં તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application