BREAKING NEWS

જામનગર: લાલપુરના લુંટ વિથ મર્ડરમાં આરોપી પાસે ઘટનાનું રીક્નસ્ટ્રકશન

  • October 21, 2026 12:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: લાલપુરના લુંટ વિથ મર્ડરમાં આરોપી પાસે ઘટનાનું રીક્નસ્ટ્રકશન

પોલીસની કાર્યવાહી વખતે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા

લાલપુરના પારેખ બાગ રોડ પર નિવૃત પીજીવીસીએલના કર્મચારીની લુંટના ઇરાદે ઘાતકી હત્યા કરવાના પ્રકરણમાં પકડાયેલ મુખ્ય આરોપીને ૬ દિવસના રીમાન્ડ પર લઇને સધન તપાસ ચલાવવામાં આવી રહી છે. ગઇકાલે આરોપીને સાથે રાખીને પોલીસ દ્વારા સમગ્ર ઘટનાનું રીક્ધસ્ટ્રકશન કરાવવામાં આવ્યુ હતું, આ વેળાએ લોકો  મોટી સંખ્યામાં એકત્ર થયા હતા.

લાલપુરમાં તાજેતરમાં નિવૃત પીજીવીસીએલના કર્મચારી મનસુખભાઇ વાછાણીની માથાના ભાગે કોઇ હથિયારથી જીવલેણ ઇજા કરીને હત્યા નિપજાવવામાં આવી હતી અને ઘરમાંથી રોકડ સહિતના મુદામાલની લુંટ ચલાવી આરોપી નાશી ગયો હતો, આ અંગે ફરીયાદ દાખલ કરવામાં આવી હતી, જેમાં મકાનમાં કામ કરતી સગીરા અને તેના સાગરીતની સામે શંકા દર્શાવી હતી.

લાલપુરના એએસપી પ્રતિભા, પીએસઆઇ ગોહિલ, એએસઆઇ ડી.સી. ગોહિલ સહિતની ટીમ દ્વારા સધન તપાસ કરીને આરોપી અક્ષય અરવિંદભાઇ મોયડા રહે. મીઠાપુર બક્ષી પંચ સોસાયટી, ધંધો વેઇટરને પુના વિસ્તારમાંથી પકડી લીધો હતો,  તેની પાસેથી રોકડા રૂપીયા અને ચાંદીના ચોસા મળી ૧૧.૪૯ લાખનો મુદામાલ કબ્જે કરી આરોપીને ૬ દિવસના રીમાન્ડ પર લેવામાં આવ્યો હતો.
દરમ્યાનમાં ગઇકાલે બપોર બાદ સ્થાનીક પોલીસ દ્વારા આરોપીને સાથે રાખીને સમગ્ર ઘટનાનુું રીક્નસ્ટ્રકશન કરાવવામાં આવ્યુ હતું, આ વેળાએ ગ્રામજનો સહિતના મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. બીજી બાજુ આરોપીએ પુરાવાનો નાશ કરવા માટે દ્વારકાના દરીયામાં ફેંકી દીધેલો થેલો શોધવા માટે તપાસ ચલાવવામાં આવી રહી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application