ભારતમાં ભાગ્યે જ જોવા મળતું રેડ ફુટેડ બબી પક્ષી જામનગરમાં જોવા મળ્યું
સમગ્ર ભારતભરમાં જવલ્લેજ જોવા મળતું Red-footed booby (juvenile) લાલ પગવાળો બુબી જામનગરમાં જોવા મળતા પક્ષીપ્રેમીઓમાં આનંદ જોવા મળી રહ્યો છે.
સમગ્ર ભારતમાં જવલ્લેજ જ જોવા મળતું રેડ ફૂટેડ બુબી એટલે કે લાલપગ વાળો પક્ષી જામનગરના સચાણા નજીક અશકત હાલતમાં જોવા મળ્યું હતું, જામનગરના પક્ષીવિદ યશોધનભાઈ ભાટિયા અને આશિષભાઈ પાણખાણીયાને આ પક્ષી જોવા મળતા તેઓએ જામનગરના બર્ડમેન થી ઓળખાતા ફિરોઝખાન પઠાણનો સંપર્ક કરી તેમને આ પક્ષીને સારવાર કરવા માટે આપ્યું છે, ૨૦,૦૦૦ ફૂટની ઊંચાઈએ ઉડતા આ પક્ષીને જોવું પણ એક લાહવો છે, દરિયામાં ઉછળ કૂદ કરતી માછલીઓને હવામાં જ ઝડપી અને પોતાનો ખોરાક બનાવતું આપક્ષી ઝાડ ઉપર માળા બનાવે છે, પેસિફિક મહાસાગરમાં જોવા મળતું આ પક્ષી જામનગર નજીક દરિયા કિનારે જોવા મળતા જામનગરના પક્ષી પ્રેમીઓમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે, હાલ આ પક્ષીની સારવાર કરવામાં આવી રહી છે પક્ષી સંપૂર્ણ સ્વસ્થ થતા તેમને ફરી તેમના કુદરતી વાતાવરણમાં છોડી મૂકવામાં આવશે.