કેન્દ્ર સરકાર દ્વારા થોડા સમય પહેલા જીએસટીમાં ૧૦%નો ઘટાડો કરવામાં આવતા જામનગરમાં વાહન વેંચાણમાં ૨૫ થી ૩૦ ટકા જેટલો વધારો જોવા મળી રહ્યો છે. બજારમાં પણ ધીરે ધીરે દિવાળીની ચમક ખરીદીમાં જોવા મળી રહી છે. જામનગરમાં ઓટોમોબાઇલ ક્ષેત્રમાં દિવાળીનો માહોલ જામી ચુકયો છે. ટુ વ્હીલર અને ફોર વ્હીલર ખરીદવા બુકીંગ શરૂ થઇ ગયા છે. અવનવી કંપની અને આકર્ષક કાર તથા ટુ વ્હીલરો વધુ વેંચાય તે માટે ડીલરો દ્વારા અનેકવિધ ઓફરો રાખવામાં આવી છે. દિવાળીના તહેવારોને હવે જુજ દિવસ જ બાકી રહ્યા છે ધનતેરસના પવિત્ર દિવસે લોકો ખરીદી કરતા હોય છે. આ વર્ષે જીએસટીમાં ૧૦ ટકાનો ઘટાડો થયો હોવાથી વેંચાણમાં વધારો જોવા મળી રહ્યો છે.
જીએસટીના ઘટાડાના કારણે વેંચાણમાં વધારો-અમોલભાઇ રાડીયા (અતુલ મોટર્સ)
જામનગરમાં અતુલ મોટર્સમાં માતીના અલગ-અલગ મોડલ ઉપલબ્ધ છે દિવાળીના તહેવારોમાં ઉપલક્ષમાં કંપની દ્વારા ડીસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યુ છે. ૨૫ ઓકટોબર પહેલા ખરીદીથી દિવાળી ધમાકા ઓફર ગ્રાહકો માટે ખાસ રાખવામાં આવી છે. અતુલ મોટર્સના અમોલ રાડીયાએ આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે જીએસટીના ૧૦ ટકા ઘટાડાના કારણે ગત વેંચાણમાં વધારો જોવા મળી રહ્યો છે. અતુલ મોટર્સના શો રૂમમાં ડીઝાર્ડ, ઇરટીગા, ઇકો, બ્રેન્ઝ, સ્વીફટ, સીલીરીયો, એસપ્રેસો, અલ્ટો, વેગનઆર સહિતના મોડેલો અલગ-અલગ કલરોમાં ઉપલબ્ધ છે. નેકસા સમુદ્રીમાં ૩ વર્ષ એક લાખ કિમી.ની વોરંટી કંપની આપી રહી છે.
કંપની દ્વારા ગ્રાહકોને પરવળે તે માટે સરળ હપ્તેથી લોન દ્વારા માતી વેગનઆર ગ્રાહકને ૫૭,૫૦૦/- સુધીનો અલ્ટોમાં ૬૨,૫૦૦/- તથા એસપ્રેસોમાં ૬૨,૫૦૦/-, સ્વીફટમાં ૫૨,૫૦૦/-નો બેનીફીટ આપી રહી છે.ગ્રાહકોને મારૂતી અરેનામાં રૂ.૬૨,૫૦૦/- સુધીનો મેકસીમમ બેનીફીટ કંપની દ્વારા આપવામાં આવી રહ્યો છે. અતુલ મોટર્સના શો રૂમ જામનગર,જામખંભાળીયા,દ્વારકા તથા પોરબંદર છે જ્યાં મારૂતીના તમામ મોડલ્સ ઉપલબ્ધ છે પણ કોઇ પણ કાર ખરીદી શકે છે ધનતેરસ અને લાભપાંચમના દિવસે લોકો વધારે ખરીદી કરતાં હોય છે તો રાહ કોની જુઓ છો? દિવાળીના તહેવારના ધમાકા ઓફરનો લઇ લો લાભ.

ટોયેટામાં ૧૫%, રેનોલ્ટમાં ૩૨%નો વેંચાણમાં વધારો-જયભાઇ રાવલ
જામનગરમાં ધીર ઓટોમોબાઇલ્સમાં ટોયોટા તથા રેનોલ્ટની જુદા-જુદા મોડલની કાર ઉપલબ્ધ છે ધીર ઓટોમોબાઇલ્સનો શો રૂમ જામનગર-રાજકોટ હાઇવે પર છે. પોરબંદર અને જામખંભાળીયામાં પણ તેનો શો રૂમ આવેલ છે. ધીર ઓટોમોબાઇલ્સના જય રાવલે આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે જીએસટીમાં ૧૦%ના ઘટાડાના લીધે ટોયોટામાં ૧૫% જેવો વેંચાણમાં વધારો જોવા મળી રહ્યો છે. જયારે રેનોલ્ટ કારમાં ૩૨% જેવો વેંચાણ વધારો આ વર્ષે જોવા મળી રહ્યો છે. રેનોલ્ટમાં ત્રણ કાર આવે છે કવીટ, કાયગર, ટાયગરમાં ગયા વર્ષ કરતા ૧૫ થી ૨૦ ટકાનો ગ્રોથ જોવા મળી રહ્યો છે. જીએસટીમાં ઘટાડો થવાથી કંપનીનું ડીસ્કાઉન્ટ જોવા જઇએ તો ૫,૭૬,૩૦૦/-થી રેનોલ્ટની કારનો ભાવ શરૂ થાય છે. અત્યારે ૧૯ થી ૨૫ હજાર સુધીનું ડીસ્કાઉન્ટ કંપની દ્વારા રાખવામાં આવેલ છે. ગ્રાહકોને પરવળે તે રીતે સરળ હપ્તેથી પણ કાર ખરીદી શકે છે. રેનોલ્ટ ટ્રાયબર આ ભાવમાં સૌથી ઓછા ભાવમાં સેવન સીટર કાર ઉપલબ્ધ છે.
ધીર ટોયોટામાં અર્બન કુઝર હાયડર ૧૩.૩૩ લાખથી શરૂ થાય છે. જે ૨૬.૬૦કિમી. માઇલેજ ધરાવે છે. જયારે ટાઇસરનો ભાવ ૭.૨૦ લાખથી શરૂ થાય છે. જે ૨૮.૫૦ કિમી. માઇલેજ ભરાવે છે. જયારે ગલ્નાજાનો ભાવ ૬.૩૯ લાખથી શરૂ થાય છે. જે ૩૦.૬૧ કિમી. માઇલેજ ધરાવે છે. જે જામનગર, લાલપુર, જામખંભાળીયા, પોરબંદરના શો રૂમમાં ઉપલબ્ધ છે. બધી જ કારમાં ગ્રાહકો માટે અવનવી સ્કીમો, ડીસ્કાઉન્ટ ઉપલબ્ધ છે. લોન દ્વારા સરળ હપ્તેથી પણ ગ્રાહક કોઇ પણ મોડલ ખરીદી શકે છે. ટોયોટા કંપનીન કારમાં હાલ દિવાળી પર્વ નિમિતે કંપની દ્વારા ઘણી બધી ગ્રાહકો માટે ઓફરો રાખવામાં આવી છે

ઇલેકટ્રીક સ્કુટરની મહિલાઓ અને સ્ટુડન્ટમાં વધારે માંગ-મોહિઝભાઇ બકરી
જામનગરમાં છેલ્લા દોઢ વર્ષથી ઇલેકટ્રીક સ્કુટરની માંગ વધી છે શહેરની જાણીતી યુનાઇટેડ એજન્સી ખોડીયાર કોલોનીમાં વિવિધ કલરમાં ઇલેકટ્રીક સ્કુટર ઉપલબ્ધ છે જેમાં ૩૬ હજાર ઇકોનોમી મોડેલ જે પચાસની રેન્જ પચાસની ટોપ સ્પીડ ધરાવે છે. જયારે લીબર્ટી મોડેલમાં ૧૨ ઇંચના ટાયર, ૪૫ એચપીબી બેટરી ૧૦૦ની એવરેજ ટોપ સ્પીડ ૬૦ કિમીની ધરાવે છે. તેમ યુનાઇટેડ એજન્સીના મોઇઝભાઇ બકરીએ આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યું છે.
ઇલેકટ્રીક સ્કુટરનો મોટો બેનીફીટ લાયસન્સની જરૂરીયાત રહેતી નથી તેથી મહિલાઓની સ્કુટરોમાં વધારે માંગ જોવા મળી છે બધા મોડલ્સમાં રીર્વસ ગીયર આવે છે. મોબાઇલ ચાર્જ કરી શકાય છે. વ્હીકલનો થોડા દિવસ ઉપયોગ ના કરવો હોય તે સમયે બેટરીની સલામતી માટે એમસીબી આપવામાં આવે છે. ૨૦૦ કિલો વજન વહન કરી શકે છે ર્ચાજીંગમાં ૫ થી ૬ કલાકનો સમય લાગે છે. જેમાં વિજ ૧.૫ મિનિટનો ફકત ઉપયોગ થાય છે. ઇલેકટ્રીક સ્કુટરમાં એસેસરી તદન ફ્રી આપવામાં આવે છે. હાલ દિવાળીની ધમાકેદાર ઓફર ૭૫ હજારના લીબર્ટી મોડેલમાં એલઇડી ટીવી ફ્રી આપવામાં આવી રહ્યુ છે. ૩૬ રજાર મોડેલમાં વોરંટી ૩૧ હજારનું મોડેલ વિધાઉટ વોરંટી સાથે આપવામાં આવી રહ્યુ છે. ગ્રાહક બજાજ ફાઇનાન્સમાંથી પણ સરળ હપ્તેથી ખરીદી કરી શકે છે. વ્હીકલ સાથે વોરંટી, બેટરી, ચાર્જર અને ખાસ તો ટાયરની પણ વોરંટી આપવામાંઆવી રહી છે.

ટીવીએસના ગ્રાહકોને દિવાળીના તહેવારમાં ધમાકેદાર ઓફરો-ભરતભાઇ
જામનગરની ઓટોમોબાઇલની બજારમાં ધીરે ધીરે દિવાળીનો માહોલ જોવા મળી રહયો છે ટુ વ્હીલરોના બુકીંગ અત્યારથી જ શરૂ થઇ ગયા છે અને કેન્દ્ર સરકાર દ્વારા જીએસટીમાં ૧૦%નો ઘટાડો કરવામાં આવતા ગ્રાહકો તેનો ફાયદો મેળવી રહયા છે જામનગર ગોકુલ હીરોના ભરતભાઇએ આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે ગ્રાહકોને સ્પ્લેન્ડરમાં રૂપિયા.૬૩૦૦નો ફાયદો જયારે સ્કુટરમાં ૨૫૦૦નો ફાયદો અને ગ્રાહક ઓનલાઇન પેમેન્ટ કરે તો રૂપિયા ૧૫૦૦૦ સુધીનું ડીસ્કાઉન્ટ આપવામાં આવી રહયું છે. હીરોની પ્રોડકટસ એકસ્ટ્રીમ ૧૨૫આર શોરૂમ કિમંત ૯૩૨૮૩ જેમાં .૭૯૦૭નો તથા ડેસ્ટીની ૧૨૫ કિમંત ૭૭૧૫૩ જેમાં ૬૫૪૦નો જીએસટીનો લાભ મળી રહયો છે તે સિવાય પણ કેશ બોનસ ૩૫૦૦ સુધી તથા ઇન્સન્ટ ડીસ્કાઉન્ટ રૂપિયા ૧૦૦૦૦ સુધી આપવામાં આવી રહયું છે.હીરોના કોઇ પણ વ્હીકલની ખરીદીમાં ૫ વર્ષની વોરંટી આપવામાં આવી રહી છે. બેંક લોન દ્વારા સરળ હપ્તેથી પણ ગ્રાહક કોઇ પણ હીરોનું વ્હીકલ ખરીદી શકે છે જેમાં ઓછામાં ઓછુ ડાઉન પેમેન્ટ ૧૯૯૯ તથા દરરરોજની ઇએમઆઇ રૂપીયા .૭૫ થી શરૂ થાય છે. ગોકુલ હીરોનો શોમ રાજકોટ હાઇવે મેલડી માતાના મંદિર પાસે છે. જયાં હીરો કંપનીના તમામ મોડલ્સ ઉપલબ્ધ છે.