BREAKING NEWS

જામનગર: પિતા પુત્રીના સંબંધને કલંક લગાડે તેવા ધ્રુણાસ્પદ બનાવમાં આરોપી પિતાની જામીન અરજી ફગાવતી સેશન્સ કોર્ટ

  • October 15, 2026 01:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: પિતા પુત્રીના સંબંધને કલંક લગાડે તેવા ધ્રુણાસ્પદ બનાવમાં આરોપી પિતાની જામીન અરજી ફગાવતી સેશન્સ કોર્ટ
​​​​​​​

ભોગ બનનારે તેના પિતા વિરૂધ્ધ આઈપીસીની કલમ તથા પોકસો એકટની કલમ  મુજબ ફરીયાદ કરેલ કે ભોગ બનનાર સગીર વયની હતી ત્યારે તેના પિતા દ્વારા ૨૦૨૩ ની સાલમાં ચોમાસાની ઋતુમાં સગીરા તેના પિતા સાથે બ્લેનકેટ ઓઠીને સુતા હતા ત્યારે તેણીના પિતાએ સગીરાના પ્રાઈવેટ પાર્ટ ઉપર સ્પર્શ કરી શારીરિક સંબંધ બાંધવાની માંગણી કરેલ જે ના પાડતા તેઓ દ્વારા ધમકી આપી બળજબરીથી શારીરિક સંબંધ બાંધેલો ત્યારબાદ પણ આરોપી દ્વારા બળજબરીથી શરીર સંબંધ તેમજ શ્રુષ્ટી વિરૂધ્ધનું કૃત્ય કરેલ સગીરાને આરોપીના ડરને કારણે કોઈને વાતચીત કરતી ન હતી પરંતુ આરોપી દ્વારા સગીરાને પ્રાઈવેટ પાર્ટમાં સ્પર્સ કરી સંબંધ બાંધવાની તૈયારી કરતા તેના માતા આવી જતા ત્યારબાદ સગીરા દ્વારા દવા પીવાની વાત કરતા તેની માતા દ્વારા ૧૧૨ પોલીસ વાહનને જાણ કરી આરોપી વિરૂધ્ધ ઉપરોક્ત કલમો હેઠળ ફરીયાદ નોંધાવેલ. 

જેથી પોલીસ દ્વારા આરોપીને જેલ હવાલે કરતા આરોપી દ્વારા જામીન અરજી દાખલ કરી રજુઆત કરેલ, તેની સામે સરકાર તરફે વકીલ હાજર થઈ દલીલ કરેલ તે તમામ દલીલો ધ્યાને લઈ વી. પી. અગ્રવાલ દ્વારા આરોપીની જામીન અરજી ફગાવેલ છે. આ કેસમાં સરકાર તરફે વકીલ રાજેશ કે. વસીયર ઉપસ્થિત રહ્યાં હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application