અજય દેવગણ અને રકુલ પ્રીત સિંહની ફિલ્મ દે દે પ્યાર દે ની સિક્વલની જાહેરાત કરી છે. આ ફિલ્મ આવતા મહિને બ્લોકબસ્ટર બનવાની તૈયારીમાં છે.
અજય દેવગણ અને રકુલ પ્રીત સિંહની ફિલ્મ 14 નવેમ્બરના રોજ રિલીઝ થશે. જેમાં અજય દેવગણ રોમાંસ અને કોમેડીના ડબલ ડોઝ આપવા જઈ રહ્યા છે, આ દિવસ હિટ રહેશે અને આ જોડીના ફેન્સ માટે પણ યાદગાર બની રહેશે. અજય દેવગણ દરેક શૈલીમાં શાનદાર ફિલ્મો લઈને આવે છે. તેમના ચાહકો તેમની ફિલ્મોની આતુરતાથી રાહ જુએ છે. 2019 માં, તેમણે રકુલ પ્રીત સિંહ અને તબ્બુ અભિનીત ફિલ્મ દે દે પ્યાર દે રિલીઝ કરી. હવે, તેઓ આ ફિલ્મની સિક્વલ લઈને આવી રહ્યા છે, જે એક શાનદાર ફિલ્મ બનવાની છે. અજય દેવગણે દે દે પ્યાર દે 2 ની રિલીઝ તારીખ જાહેર કરી છે.