BREAKING NEWS

જામનગરમાં મર્ડર મિસ્ટ્રીમાં આરોપી પત્ની સહિતની ત્રિપુટીના રીમાન્ડ મંજુર

  • July 31, 2026 07:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં મર્ડર મિસ્ટ્રીમાં આરોપી પત્ની સહિતની ત્રિપુટીના રીમાન્ડ મંજુર

જામનગરમાં બે વર્ષ પુર્વે યુવાનની હત્યા કરી લાશને ઉંડા ખાડામાં દાંટી દેવાના ચોકાવનારા ખુલાશા બાદ પોલીસે ફરીયાદના આધારે મૃતકની પત્ની, પ્રેમી સહિત ૩ની ધરપકડ કરી હતી, આ પ્રકરણમાં પકડાયેલા ત્રણેય આરોપીઓનો ગઇકાલે બપોર બાદ કોર્ટમાં રજુ કરતા ચાર દિવસના રીમાન્ડ મંજુર થયા છે. બીજી બાજુ પોલીસ દ્વારા પંચનામાની કાર્યવાહી કરી હતી, માનવ કંકાલને ફોરેન્સીક લેબમાં પરીક્ષણ માટે મોકલાયુ છે, ઉપરાંત ડીએનએ ટેસ્ટ તથા ઘટનાનું રીક્ધસ્ટ્રકરન કરવા સહિતના તપાસનો ધમધમાટ આદરવામાં આવ્યો છે.

જામનગર સહિત પંથકમાં ભારે ચકચારી બનેલા મર્ડર મિસ્ટ્રી પ્રકરણમાં બે વર્ષ પુર્વે ભેદી રીતે ગુમ થયેલા જીજ્ઞેશ ધરમશીભાઇ માવદીયા નામના યુવાનની દરેડ જીઆઇડીસી શિવમ પાર્ક કારખાને આરોપીઓએ બોલાવી દા‚માં સાઇનાઇટ ભેળવીને મોતને ઘાટ ઉતારી ૧૨ ફુટ ઉંડા ખાડામાં દાંટી દીધાની વિગતો સામે આવી હતી અને ફરીયાદના આધારે મૃતકના પત્ની પૃથ્વી ઉર્ફે ભુમીબેન માવદીયા, પ્રેમી નિલેશ મનસુખ કછટીયા અને મદદગાર બલવીર દેવીરામ વર્માની ધરપકડ કરવામાં આવી હતી, પંચકોશી બી પીઆઇ રાઠોડ સ્ટાફ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે. ત્રણેય આરોપીઓને ગઇકાલે સાત દિવસના રીમાન્ડની માંગણી સાથે અહીંની કોર્ટમાં રજુ કરાતા ચાર દિવસના રીમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે.

આ પ્રકરણમાં પોલીસ દ્વારા પંચનામાની કાર્યવાહી કરી હતી, આશરે ૧૨ ફુટ ઉંડા ખાડામાંથી મળી આવેલ માનવ કંકાલને ફોરેન્સીક લેબમાં મોકલીને હવે ડીએનએ પરીક્ષણની કાર્યવાહી હાથ ધરાશે તેમજ રીમાન્ડ દરમ્યાન સમગ્ર ઘટનાનું રીક્ધસ્ટ્રકશન સહિતની વધુ તપાસ માટે આરોપીઓની સધન પુછતાછ હાથ ધરવામાં આવી છે.

આરોપીઓ દ્વારા ઘટનાની કબુાત આપી છે બે વર્ષ પુર્વે યુવાનની હત્યા કરવામાં આવી હતી અને હત્યા પુર્વે એક મહીના પહેલા કાવત‚ ઘડાયુ હતું એ પછી અંજામ આપવામાં આવ્યો હતો, આરોપી નિલેશે જીઆઇડીસી વિસ્તારમાં મશીનરી ફીટ કરવી છે એવુ કારણ દર્શાવીને ભાડે રાખેલ કારખાનામાં ખાડો તૈયાર કરવામાં ૩ દિવસ જેવો સમય લાગ્યો હતો જયારે મદદગાર બલવીર દ્વારા સાઇનાઇડની વ્યવસ્થા કરવામાં આવી હોવાનુ પણ તપાસ દરમ્યાન બહાર આવ્યુ છે. 

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application