BREAKING NEWS

ખંભાળિયાના વોર્ડ નં. ૧ માં ગંદકી-જોખમી રસ્તાઓને લઈ રજુઆત

  • May 09, 2026 04:54 PM 

ખંભાળિયાના વોર્ડ નં. ૧ માં ગંદકી-જોખમી રસ્તાઓને લઈ રજુઆત

અપક્ષના કોર્પોરેટર ઉદય ગઢવી દ્વારા પાલિકા ચીફ ઓફિસરને પત્ર

ખંભાળિયા નગરપાલિકાના વોર્ડ નં. ૧ ના અપક્ષના કોર્પોરેટર ઉદય ખીમાણંદભાઈ ગઢવી દ્વારા પાલિકા ચીફ ઓફિસરને પત્ર લખી વિસ્તારની પ્રાથમિક સુવિધાઓ અંગે રજૂઆત કરવામાં આવી છે. 

આ રજૂઆતમાં મુખ્યત્વે હરસિદ્ધિનગર, તુલસી પાર્ક, જડેશ્વર ટેકરી અને વિનાયક સોસાયટીમાં લાંબા સમયથી ઉભી થયેલી ગંદકીની સમસ્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કચરો ઉપાડવા માટેની ગાડી અનિયમિત હોવાથી આ વિસ્તારોમાં કચરાના ઢગલા થયા છે, જેના કારણે પશુઓનો ત્રાસ વધ્યો છે અને નાના બાળકોના સ્વાસ્થ્ય તેમજ સુરક્ષા સામે જોખમ ઉભું થયું છે. આથી, આ વિસ્તારમાં સફાઈ કામગીરી નિયમિત કરવા અને કચરા ગાડી શેડ્યૂલ મુજબ મોકલવા માંગ કરવામાં આવી છે.

વધુમાં, સરકારી હોસ્પિટલથી આઈ.ટી.આઈ. (જે.કે.વી-૩) સુધીના હાઈવે સર્વિસ રોડ સાથે જોડાતા સોસાયટીના રસ્તાઓ અત્યંત જોખમી બન્યા હોવાની પણ રજૂઆત કરાઈ છે. હાઈવે રોડની ઊંચાઈ વધવાને કારણે સોસાયટીના એપ્રોચ રોડના ઢાળ ખૂબ જ ભયજનક બન્યા છે, જેના કારણે વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. આ ગંભીર પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે સર્વિસ રોડને જોડતા રસ્તાઓ પર ડામર કામ કરી યોગ્ય ઢાળ બનાવવા માંગ કરવામાં આવી છે. 

લોકહિતના આ બંને પ્રશ્નો અંગે નગરપાલિકા વહીવટદાર, પ્રાંત અધિકારી અને જિલ્લા કલેક્ટરને પણ જાણ કરવામાં આવી છે જેથી તાકીદે યોગ્ય પગલાં ભરી શકાય.


​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application