દ્વારકા: ખખેરડાની વાડીમાં મહાકાય અજગર દેખાતાં વન વિભાગે રેસ્ક્યૂ કરી કુદરતી વાતાવરણમાં મુક્ત કર્યો
દ્વારકા: ખખેરડાની વાડીમાં મહાકાય અજગર દેખાતાં વન વિભાગે રેસ્ક્યૂ કરી કુદરતી વાતાવરણમાં મુક્ત કર્યો
October 14, 2026 10:51 AM
દ્વારકા: ખખેરડાની વાડીમાં મહાકાય અજગર દેખાતાં વન વિભાગે રેસ્ક્યૂ કરી કુદરતી વાતાવરણમાં મુક્ત કર્યો
જામનગર વન વિભાગની RFW કલ્યાણપુર રેન્જ દ્વારા ખખેરડા ગામે મહાકાય અજગરનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. વાડી વિસ્તારમાં અજગર દેખાતાં વન વિભાગની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, ગત તા. 13 ની મોડી રાત્રે ખખેરડા ગામના પૃથ્વીરાજસિંહ જાડેજાની વાડીમાં અજગર હોવાની જાણ RFW કલ્યાણપુર રેન્જના ફોરેસ્ટ ઓફિસર અને વાઇલ્ડલાઇફ વોર્ડન જી.એન. માડમને કરવામાં આવી હતી. જાણ મળતાં જ તેમના માર્ગદર્શન હેઠળ વન વિભાગના કર્મચારી પી.જી. નાંદાણીયા સહિતની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.
વન વિભાગની ટીમે વાડીમાં હાજર આશરે 8.50 ફૂટ લાંબા મહાકાય અજગરને સાવચેતીપૂર્વક રેસ્ક્યૂ કર્યો હતો. ત્યારબાદ અજગરને સુરક્ષિત રીતે તેના કુદરતી રહેઠાણને અનુરૂપ વાતાવરણમાં મુક્ત કરવામાં આવ્યો હતો. વન વિભાગની સમયસરની કામગીરીને કારણે અજગરને સુરક્ષિત રીતે બચાવી કુદરતી વાતાવરણમાં પરત છોડવામાં આવ્યો હતો. આ કામગીરીથી વન્યજીવ સંરક્ષણ પ્રત્યે વન વિભાગની પ્રતિબદ્ધતા ફરી એકવાર ઉજાગર થઈ હતી.