દેવભૂમિ દ્વારકા જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક કલેક્ટર રાજેશ તન્નાની અધ્યક્ષતામાં યોજાઈ
દેવભૂમિ દ્વારકા જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક જિલ્લા સેવા સદન, ખંભાળિયા ખાતે જિલ્લા કલેકટર રાજેશ તન્નાની અધ્યક્ષતામાં યોજાઈ હતી.
આ બેઠકમાં જિલ્લા કલેકટર રાજેશ તન્ના દ્વારા જિલ્લાની માર્ગ સલામતીની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. નાગરિક સંરક્ષણની પ્રાથમિકતા આપી કલેકટરે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલ અનધિકૃત ગેપ ઇન મીડિયન બંધ કરવા તેમજ જો ગેપ ઇન મીડિયન પુનઃ શરૂ કરે તો તેની સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. તેમજ માર્ગ સલામતી સમિતિની માર્ગદર્શિકાઓનો ચુસ્ત પણે અમલ થઈ તે સુનિશ્ચિત કરવા પણ જણાવ્યું હતું.
ઉપરાંત, કલેકટરે હાઈવે તેમજ અન્ય માર્ગો નજીક અનધિકૃત દબાણો, ઇમારતો દૂર કરવાની કામગીરી કરવા પણ સૂચનાઓ આપી હતી. તેમજ હિટ એન્ડ રન અંતર્ગત કેસોની સમીક્ષા કરવામાં આવી હતી.
જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠકમાં પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા, નિવાસી અધિક કલેક્ટર એમ.વી.દેસાઈ, એ.આર.ટી.ઓ જી.વી.તલસાણિયા તેમજ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં.