જામનગરની જાણીતી સુપરમાર્કેટના પ્રવેશદ્રાર ઉપરનું છજું પડુ પડુ હાલતમાં ઉભી હોય તેવી સ્થિતિમાં છે. કારણ કે છજામાં લોખંડના સળિયા દેખાયા છે. આથી ુદુકાનદારો અને ગ્રાહકો પર અકસ્માતનું જોખમ ઝંળુબી રહ્યું છે. માર્કેટમાં દરરોજ મોટી સંખ્યામાં ગ્રાહકો આવતા હોય અકસ્માત થશે તો જવાબદાર કોણ તે સવાલ ઉઠયો છે.
જામનગરમાં બેડીગેઇટ પાસે આવેલી સુુપરમાર્કેટ ખૂબજ જાણીતી છે. આ માર્કેટમાં ઘણી નાની અને મોટી દુકાનો તથા ઓફીસ આવેલી છે. આ માર્કેટના બેડીગેઇટ પાસેના મુખ્ય પ્રવેશદ્રારનું ઉપરનું છજું જર્જરિત થતાં લોખંડના સળિયા દેખાઇ ગયા છે.
આથી અકસ્માતની ભીતિ સેવાઇ રહી છે. સુપરમાર્કેટમાં દરરોજ મોટી સંખ્યા ગ્રાહકો સુપરમાર્કેટમાં ખરીદી કરવા આવે છે. આટલું જ નહીં દુકાનો અને ઓફીસોમાં માલીકોની સાથે અનેક કર્મચારીઓ પણ કામ કરે છે. ત્યારે સુપરમાર્કેટના પ્રવેશદ્રાર પરનું છજુ પડુ પડુની સ્થિતિથી અકસ્માતની ભીતિ સેવાઇ રહી છે. આથી છજાનું રીપેરીંગ કરવું તાકીદે જરી છે.