BREAKING NEWS

જામનગરમાં દીપક ટોકીઝથી ચેતન પેપર માર્ટ સુધીનો માર્ગ ૩૫ દી બંધ રહેશે

  • November 04, 2026 01:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં દીપક ટોકીઝથી ચેતન પેપર માર્ટ સુધીનો માર્ગ ૩૫ દી બંધ રહેશે 

વાહનચાલકો માટે વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા, મહાપાલીકા દ્વારા જાહેરનામું 

સી.સી. રોડની કામગીરી કારણભૂત:હુકમનો ભંગ કરનાર સામે દંડાત્મક કાર્યવાહી 

જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના વોર્ડ નં. ૯માં  દીપક ટોકીઝથી ચાંદી બજાર પોસ્ટ ઓફિસ તેમજ ચાંદી બજાર સર્કલ થઈ માંડવી ટાવર સુધીના માર્ગ પર સી.સી. રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી માર્ગ બંધ રાખવા અંગે જાહેર નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવી છે. મહાનગરપાલિકાના કમિશનર દિપેશ કેડિયા દ્વારા જાહેર કરાયેલી નોટિસ મુજબ દીપક ટોકીઝ (સજુબા ગર્લ્સ હાઈસ્કૂલ)થી ચેતન પેપર માર્ટ સુધીનો રસ્તો તા. ૧૫ નવેમ્બર, ૨૦૨૬થી તા. ૨૦ ડિસેમ્બર, ૨૦૨૬ સુધી વાહનવ્યવહાર માટે બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી.

રસ્તો બંધ રહેવાના સમયગાળા દરમિયાન વાહનચાલકોની અવરજવર સુચારુ રહે તે માટે વૈકલ્પિક માર્ગ પણ સૂચવવામાં આવ્યો છે. જે મુજબ દીપક ટોકીઝ (સજુબા ગર્લ્સ હાઈસ્કૂલ)થી સુભાષ શાક માર્કેટ થઈ દરબારગઢ સર્કલ મારફતે ચાંદી બજાર સર્કલ તરફ વાહનવ્યવહાર કરી શકાશે.મહાનગરપાલિકા દ્વારા જાહેર કરાયેલી નોટિસમાં વધુમાં જણાવાયું છે કે, આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ સામે જી.બી.પી.એમ.સી. એક્ટ, ૧૯૪૯ની કલમ ૩૯૨ મુજબ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. આથી સંબંધિત માર્ગનો ઉપયોગ કરતા વાહનચાલકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application