રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે ખંભાળિયા ખાતે યોજાઈ ‘રન ફોર યુનિટી'
કલેકટર, ડી. ડી. ઓ. અને એસ.પી સહિત મહાનુભાવોએ લીલીઝંડી આપી દોડનો પ્રારંભ કરાવ્યો
સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે.રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખંભાળિયા ખાતે રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રાંત અધિકારીની કચેરીથી કલેકટર રાજેશ તન્ના, જિલ્લા વિકાસ અધિકારી એ.બી. પાંડોર અને પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા, નિવાસી અધિક કલેક્ટર ભૂપેશ જોટાણીયા તેમજ મહાનુભાવોએ લીલીઝંડી આપીને દોડનો આરંભ કરાવ્યો હતો. જી.વી.જે. હાઈસ્કુલ, નગરનાકા, વગેરે વિવિધ સ્થળોએથી પસાર થઈ રન ફોર યુનિટી પાછી પ્રાંત અધિકારીની કચેરીએ પૂર્ણ કરવામાં આવી હતી, જેમાં વિવિધ પદાધિકારીઓ, અધિકારીઓ, કર્મચારીઓ, શિક્ષકો, બાળકો, નાગરીકો સહભાગી થયાં હતા. દોડ શરૂ કરતા પહેલા ઉપસ્થિત સૌએ રાષ્ટ્રીય એકતા અને અખંડિતાને કાયમ રાખવા માટેના એકતા શપથ લીધા હતા.