BREAKING NEWS

જામનગર શહેરના મયુરનગર વામ્બે આવાસ પાસે કાટ-છાપનો જુગાર

  • June 13, 2026 12:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર શહેરના મયુરનગર વામ્બે આવાસ પાસે કાટ-છાપનો જુગાર

જામનગરના મયુરનગર વામ્બે આવાસ પાસે જાહેરમાં સિકકો ઉછાળીને કાંટ-છાપનો જુગાર રમતા ચાર શખ્સોને એલસીબીએ ૮૬ હજારના મુદામાલ સાથે પકડી લીધા હતા, જયારે એક શખ્સ નાશી ગયો હતો.

જામનગર એલસીબી પીઆઇ ચૌધરીની સુચનાથી સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે કિશોર પરમાર, ભરત ડાંગર તથા ધર્મેન્દ્રસિંહ જાડેજાને બાતમી મળેલ કે મયુરનગર વામ્બે આવાસ પાસે કેટલાક શખ્સો જાહેરમાં ચલણી સિકકો ઉછાળીને કાટ-છાપનો જુગાર રમે છે.
​​​​​​​
જે બાતમીના આધારે એલસીબીએ દરોડો પાડીને કાટ-છાપનો જુગાર રમતા દિ.પ્લોટ - ૫૯ના છેડે રહેતા જગદીશ કિશનદાસ ગજરા, વામ્બે આવાસ પાછળ રહેતા કચરા લગધીર સંધીયા, દિ.પ્લોટ ૫૮માં રહેતા હેમત અમલમલ ગજરા અને નિલકમલ સોસાયટીમાં રહેતા ધર્મેન્દ્રસિંહ બટુકસિંહ વાળા નામના શખ્સોને પકડી લીધા હતા.

દરોડા દરમ્યાન ૨૫૮૦૦ની રોકડ તથા ૪ મોબાઇલ અને એક મોટરસાયકલ મળી કુલ ૮૬૮૦૨નો મુદામાલ કબ્જે કર્યો હતો દરોડા વખતે મુન્નો ગઢવી નામનો શખ્સ નાશી ગયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application