જામનગર: રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત નેસડા શાળાના આચાર્ય ભાવેશભાઈ પનારાનું અકાળે અવસાન
જામનગર: રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત નેસડા શાળાના આચાર્ય ભાવેશભાઈ પનારાનું અકાળે અવસાન
September 21, 2026 10:18 AM
જામનગર: રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત નેસડા શાળાના આચાર્ય ભાવેશભાઈ પનારાનું અકાળે અવસાન
જામનગર જિલ્લાના શિક્ષણ જગત માટે દુઃખદ સમાચાર સામે આવ્યા છે. નેસડા પ્રાથમિક શાળાના આચાર્ય ભાવેશભાઈ પનારા નું 44 વર્ષની વયે અકાળે અવસાન થયું છે. પ્રાપ્ત માહિતી મુજબ તેઓ મોરબી ખાતે એક પ્રસંગમાં હાજર હતા ત્યારે તેમને અચાનક હાર્ટ એટેક આવ્યો હતો અને તેમનું નિધન થયું હતું.
ઉલ્લેખનીય છે કે આચાર્ય ભાવેશભાઈ પનારાને તાજેતરમાં જ રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. એક ઉત્કૃષ્ટ શિક્ષક અને આચાર્ય તરીકે તેમની કામગીરીની સર્વત્ર પ્રશંસા થતી હતી.
અકાળે અવસાનથી જામનગર જિલ્લાના શિક્ષણ જગતમાં શોકની લાગણી ફેલાઈ છે.