BREAKING NEWS

જામનગરમાં ક્ષમાપનાના સંવત્સરી મહાપર્વ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમ

  • September 15, 2026 01:07 PM 

જામનગરમાં ક્ષમાપનાના સંવત્સરી મહાપર્વ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમ

​​​​​​​જામનગર શહેરમાં જૈન સમાજના પાવનકારી પર્યુષણ પર્વ ની ઉજવણી ચાલી રહી છે, ત્યારે ભાદરવા સુદ-૫, તા. ૧૬ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ સંવત્સરી મહાપર્વ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે ૮ વાગ્યે સંવત્સરી મહાપર્વની આરાધના તથા વાસક્ષેપ-દર્શન કરવામાં આવ્યા હતા. ત્યારબાદ મંગળવાર પૌષધની શરૂઆત થઇ હતી. સવારે ૫ વાગ્યે પ્રતિક્રમણ સૂત્રની ધૂન તથા સંવત્સરી પ્રતિક્રમણનું આયોજન કરવામાં આવ્યું હતું. બપોરે ૧૨:૩૦ વાગ્યે પ્રભુજીની રથયાત્રા યોજાઇ હતી. રથયાત્રામાં રથ ખેંચવા માટે મોટી સંખ્યામાં ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા. તદઉપરાંત આ પ્રસંગે  તપસ્વીઓના ચારિત્ર્ય અંગેના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. પ્રતિક્રમણ બાદ જૈન સમાજના લોકો એકબીજાને મિચ્છામી દુક્કડમ પાઠવી ક્ષમાયાચના કરશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application