જામનગર જિલ્લાના રાષ્ટ્રીય કક્ષાએ મેડલ વિજેતા તેમજ ભાગ લેનાર ખેલાડીઓ શિષ્યવૃત્તિ અને વૃત્તિકા માટે અરજી કરી શકશે
જામનગર જિલ્લાના રાષ્ટ્રીય કક્ષાએ મેડલ વિજેતા તેમજ ભાગ લેનાર ખેલાડીઓ શિષ્યવૃત્તિ અને વૃત્તિકા માટે અરજી કરી શકશે
August 05, 2026 06:07 PM
જામનગર જિલ્લાના રાષ્ટ્રીય કક્ષાએ મેડલ વિજેતા તેમજ ભાગ લેનાર ખેલાડીઓ શિષ્યવૃત્તિ અને વૃત્તિકા માટે અરજી કરી શકશે
જામનગર તા.૫ ઓગસ્ટ, અખિલ ભારતીય શાળાકીય રમતોત્સવ દ્વારા આયોજિત અને રાષ્ટ્રીયક્ષાના વર્ષ–૨૦૨૫-૨૬ ની સ્પર્ધાઓમાં રાષ્ટ્રીયક્ષાએ સિદ્ધિ મેળવનાર ખેલાડીઓને શિષ્યવૃત્તિ અને રાષ્ટ્રીયક્ષાએ ભાગ લીધેલ ખેલાડીઓને વૃત્તિકા માટેની ઓનલાઈન અરજી તા. ૩૦/૧૨/૨૦૨૬ સુધીમાં https://sportsauthority.gujarat.gov.in/ પર કરવાની રહેશે.
જે મુજબ શિષ્યવૃત્તિ અને વૃત્તિકાની ઓનલાઈન અરજી કર્યા બાદ અરજી તા. ૩૧/૧૨/૨૦૨૬ સુધીમાં ફરિજિયાત તમામ દસ્તાવેજોની નકલ સાથે હાર્ડ કોપીમાં જિલ્લાના રમત-ગમત અધિકારીની કચેરી, ક્રિકેટ બંગલો, જીલ્લા પંચાયતની સામે, જામનગર ખાતે મોકલી આપવાની રહેશે. તેમ જિલ્લા રમત ગમત અધિકારી બી.જે.રાવલિયાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.