દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તા.૨૩ થી ૨૫ જૂન સુધી શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરાશે
શાળા પ્રવેશોત્સવની પૂર્વતૈયારીઓ અંગે જિલ્લા કલેકટર રાજેશ તન્નાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ
જિલ્લામાં બાલવાટિકામાં ૬૦૨૭, ધોરણ ૧માં ૫૬૧ અને ધોરણ ૯માં ૫૦૬૭ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવશે
આગામી તા.૨૩ થી ૨૫ જૂન દરમ્યાન સમગ્ર રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ યોજાનાર છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિવિધ શાળાઓમાં ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવનાર છે, જેના સુચારુ આયોજન અને પૂર્વતૈયારીઓ અંગે કલેકટર રાજેશ તન્નાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં કલેકટરએ ડ્રોપ આઉટ બાળકોના પૂનઃ એડમિશન માટે કરાયેલ સર્વે અને રે સર્વે કામગીરીને બિરદાવી હતી અને પ્રવેશોત્સવ અંતર્ગત વિવિધ રૂટ અને અન્ય પૂર્વતૈયારીઓ માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બાલવાટિકામાં ૩૦૨૦ કન્યા અને ૩૦૨૭ કુમાર મળીને કુલ ૬૦૨૭ વિદ્યાર્થીઓ, ધોરણ એક માં ૨૮૫ કન્યા અને ૨૭૭ કુમાર મળીને ૫૬૧ વિદ્યાર્થીઓ, ધોરણ ૯ માં ૨૪૮૫ કન્યા અને ૨૫૭૮ કુમાર મળીને કુલ ૫૦૬૩ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવશે.