ફાયર બ્રિગેડની ટીમે મૃતદેહ બહાર કાઢીને પોલીસને સોપતા ઓળખ થઇ : કારણ જાણવા તપાસ
જામનગરના અંધાશ્રમ રેલ્વે પાટાની પાસે ખુલ્લી કેનાલમાં એક પુષનો મૃતદેહ કોહવાયેલી હાલતમાં પડયો હોવાની વિગતોના આધારે ફાયરની ટીમ સ્થળ પર દોડી જઇ મૃતદેહને બહાર કાઢયો હતો, બીજી બાજુ પોલીસ દ્વારા આ મામલે તપાસ કરતા મૃતકની ઓળખ થઇ હતી જેમાં સત્યમ કોલોની અન્ડરબ્રીજ પાસે રહેતા સિકયુરીટી ગાર્ડ હોવાનું અને કોઇ કારણસર ગટરમાં પડી જવાથી મૃત્યુ થયાની નોંધ કરીને તપાસ લંબાવવામાં આવી છે.
જામનગરમાં અંધાશ્રમ આવાસ નજીક રેલવેના પાટા પાસે ગટરમાંથી એક પુરુષનો મૃતદેહ મળી આવતાં પોલીસ તંત્રમાં દોડધામ મચી હતી. આ બનાવમાં મૃતકની ઓળખ સત્યમ કોલોનીમાં અંડરબ્રિજ પાસે આવેલા મંદારા એપાર્ટમેન્ટના બ્લોક નંબર ૫૦૧માં રહેતા દિનેશભાઈ છગનભાઈ ડાંગરિયા (ઉંમર ૪૮) તરીકે થઈ છે. તેઓ સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હોવાનું પોલીસના અહેવાલમાં નોંધાયું છે.
પ્રાપ્ત વિગતો મુજબ, અંધાશ્રમ પાસે કેનાલમાં મૃતદેહ પડ્યો હોવાની જાણ ૧૧૨ નંબર પર કરવામાં આવતાં ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી હતી. ટીમે પાણીમાંથી મૃતદેહ બહાર કાઢી પોલીસને સોંપ્યો હતો. ત્યારબાદ મૃતકની ઓળખ થઈ હતી. બનાવ અંગે સીટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અકસ્માતે મૃત્યુ અંગેની નોંધ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.