BREAKING NEWS

જામનગરના દરિયાઈ વિસ્તારની સુરક્ષાને અનુલક્ષીને પોલીસ વિભાગ, ફિશરીશ અને જીએમબી વિભાગની કવાયત

  • November 07, 2025 10:44 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના દરિયાઈ વિસ્તારની સુરક્ષાને અનુલક્ષીને પોલીસ વિભાગ, ફિશરીશ અને જીએમબી વિભાગની કવાયત

જિલ્લા પોલીસ વડા ઉપરાંત અન્ય પોલીસ અધિકારીઓ, ફિશરીશ ખાતું તથા જીએમબી ના અધિકારીઓએ જુના બંદરે ફિશ લેન્ડિંગ પોઇન્ટ ની મુલાકાત લીધી

જામનગર જિલ્લાના સાગર કિનારાઓની સુરક્ષાને અનુલક્ષીને જામનગર જિલ્લાના પોલીસ વિભાગ ઉપરાંત ફિશરીશ વિભાગ અને જીએમબી ના અધિકારીઓની સંયુક્ત ટીમ દ્વારા જામનગરના જુના બંદરે ફિશ લેન્ડીંગ પોઇન્ટની વિઝીટ કરવામાં આવી હતી, જેમાં જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ જોડાયા હતા. 

જામનગર ના એસ.પી. ડો. રવિ મોહન સૈની, ઉપરાંત જામનગર શહેર વિભાગના ડી.વાય. એસ.પી. જે.એન. ઝાલા, એસ.ઓ.જી. શાખા ના પોલીસ ઇન્સ્પેક્ટર બી. એન. ચૌધરી, તેમજ બેડી મરીન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી. ચૌધરી સહિતના ઉચ્ચ અધિકારીઓ ની ટિમ દ્વારા ગઈકાલે જામનગરના જુના બંદરે ફિશ લેન્ડીંગ પોઇન્ટ ની મુલાકાત લીધી હતી, અને બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું.

સમગ્ર પોલીસ ઉચ્ચ અધિકારીઓની ટીમની સાથે ફિશરીશ વિભાગના અધિકારીઓ, તેમજ ગુજરાત મેરી ટાઈમ બોર્ડ ના અધિકારીઓની ટુકડી પણ જોડાઈ હતી, અને સુરક્ષા વ્યવસ્થા સંબંધે જરૂરી સમીક્ષા કરવામાં આવી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application