ખંભાળિયા નજીક મહિલા સંચાલિત જુગારધામ પર પોલીસ ત્રાટકી
૮ મહિલાઓની અટક : રોકડ અને સાહિત્ય કબ્જે
ખંભાળિયા-જામનગર હાઈવે અત્રેથી આશરે સાત કિલોમીટર દૂર હીરો કંપનીના શોરૂમ સામે આવેલા ગિરધરનગરમાં રહેતા સોનલબેન આલાભાઈ સંધીયા નામના ૩૫ વર્ષના મહિલા દ્વારા પોતાના અંગત ફાયદા માટે બહારથી જુગારીઓને બોલાવી અને તેમના કબ્જા ભોગવટાના રહેણાંક મકાનમાં ચલાવતા જુગારના અખાડા પર સ્થાનિક પોલીસે દરોડો પાડ્યો હતો.
આ સ્થળેથી જુગારીઓને લાઈટ, પાણી વિગેરે જેવી સુવિધાઓ પૂરી પાડી, અને તેના બદલામાં નાલ ઉઘરાવીને ચલાવતા જુગારના અખાડામાંથી પોલીસે સોનલબેન આલાભાઈ સંધીયા સાથે સોનુબેન ઉર્ફે વાલબાઈ ભીમાભાઈ કારીયા, હેતલબેન પ્રવીણભાઈ બદીયાણી, ગીતાબા જેઠુભા વાઘેલા, ગીતાબેન રમેશભાઈ સોઢા, રેખાબેન પિયુષભાઈ ભોગાયતા, મુમતાજબેન મહમદભાઈ સંધી, અને કુંદનબેન કલ્યાણજી આરંભડીયા નામના આઠ મહિલાઓને ઝડપી લીધા હતા.
આ દરોડા દરમિયાન પોલીસે જુગારના રૂપિયા ૪૨,૮૦૦ તેમજ છ નંગ મોબાઈલ ફોન મળી, કુલ રૂપિયા ૭૯,૮૦૦ નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ હેઠળ જરૂરી કાર્યવાહી કરી હતી.