દ્વારકાના શિક્ષણવિદની રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી: શિક્ષક દિને સુરેન્દ્ર સોલંકીનું એવોર્ડથી કરાશે સન્માન
દ્વારકાના શિક્ષણવિદની રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી: શિક્ષક દિને સુરેન્દ્ર સોલંકીનું એવોર્ડથી કરાશે સન્માન
August 26, 2026 12:26 PM
દ્વારકાના શિક્ષણવિદની રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી: શિક્ષક દિને સુરેન્દ્ર સોલંકીનું એવોર્ડથી કરાશે સન્માન
દેવભૂમિ દ્વારકા જિલ્લાના શિક્ષણ ક્ષેત્ર માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. દ્વારકા તાલુકામાં છેલ્લા ૨૨ વર્ષથી શિક્ષણ ક્ષેત્રે સેવારત અને હાલમાં કોરાડા વાડી વિસ્તારમાં કાર્યરત શિક્ષણવિદ સુરેન્દ્રભાઈ સોલંકીની સૌરાષ્ટ્ર ઝોનમાંથી રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી કરવામાં આવી છે. આગામી તા. ૫ સપ્ટેમ્બરે શિક્ષક દિન નિમિત્તે રાજ્યપાલ અને મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં તેમનું રાજ્યકક્ષાના એવોર્ડથી સન્માન કરવામાં આવશે.
શાળા અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને પ્રાધાન્ય આપતા તેમણે શાળામાં ગણિત-વિજ્ઞાનનો રિસોર્સ રૂમ તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. ઈઊઝ અને ઈૠખજ જેવી સરકારી યોજનાઓનો વધુમાં વધુ લાભ વિદ્યાર્થીઓ સુધી પહોંચે તે માટે પણ તેઓ સતત પ્રયત્નશીલ રહ્યા છે. નવી શિક્ષણ નીતિને અનુરૂપ વૈદિક ગણિત તથા વિજ્ઞાન આપણી આસપાસ વિષયક પુસ્તકોનું પણ તેમના દ્વારા પ્રકાશન કરવામાં આવ્યું છે. શિક્ષણ સાથે સામાજિક વિષયો અંગેના તેમના લેખો વિવિધ મેગેઝિન ઉપરાંત આંતરરાષ્ટ્રીય જર્નલમાં પણ પ્રકાશિત થઈ ચૂક્યા છે.
સુરેન્દ્રભાઈની આ સિદ્ધિથી દેવભૂમિ દ્વારકા જિલ્લાના શિક્ષણ જગતમાં આનંદની લાગણી ફેલાઈ છે. શિક્ષણ ક્ષેત્રના અગ્રણીઓ, શિક્ષકો અને શુભેચ્છકોએ તેમને અભિનંદન પાઠવ્યા છે.