BREAKING NEWS

જામનગરના બે ખેલાડીઓની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ફૂટબોલ ટીમમાં પસંદગી

  • October 23, 2026 06:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના બે ખેલાડીઓની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ફૂટબોલ ટીમમાં પસંદગી

ડી.કે.વી. કોલેજના સ્વપ્નનીલ સિંઘ અને હરિયા કોલેજના હેત પંડ્યાએ જામનગરનું ગૌરવ વધાર્યું

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા રાજકોટ ખાતે યોજાયેલી ફૂટબોલ ટુર્નામેન્ટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શનના આધારે જામનગરના બે ખેલાડીઓની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ફૂટબોલ ટીમમાં પસંદગી કરવામાં આવી છે.

ટુર્નામેન્ટમાં સૌરાષ્ટ્રની વિવિધ કોલેજોના ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં જામનગરની ડી.કે.વી. કોલેજના સ્વપ્નનીલ સિંઘ અને હરિયા કોલેજના હેત પંડ્યાએ પોતાની શાનદાર રમતથી સૌનું ધ્યાન ખેંચ્યું હતું. તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શનને પગલે બંને ખેલાડીઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ફૂટબોલ ટીમમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યા છે.હવે પસંદગી પામેલા બંને ખેલાડીઓ આગામી સમયમાં મહારાષ્ટ્રના કર્ણાવતી ખાતે યોજાનારી સ્પર્ધામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરશે.
​​​​​​​
​​​​​​​જામનગરના બંને ખેલાડીઓની આ સિદ્ધિ બદલ જામનગર ફૂટબોલ એસોસિએશનના સેક્રેટરી આનંદભાઈ માડમે તેમને અભિનંદન પાઠવ્યા હતા અને આગામી સ્પર્ધા માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application