BREAKING NEWS

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરિષ્ઠ નાગરિકોએ ઉત્સાહભેર મતદાન કર્યું: નાગરિકોને પ્રેરણા આપે તેવા દૃશ્યો સર્જાયા

  • April 26, 2026 11:24 AM 


દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરિષ્ઠ નાગરિકોએ ઉત્સાહભેર મતદાન કર્યું: નાગરિકોને પ્રેરણા આપે તેવા દૃશ્યો સર્જાયા


દેવભૂમિ દ્વારકા જિલ્લામાં લોકશાહીનો પર્વ ઉજવાઈ રહ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ૨૦૨૬ અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત અને તેના હેઠળ આવતી ખંભાળિયા, ભાણવડ, દ્વારકા, કલ્યાણપુર તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી ૨૦૨૬ તથા ખંભાળિયા નગરપાલિકા અને જામ રાવલ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી ૨૦૨૬ તેમજ સલાયા નગરપાલિકાના વોર્ડ નં.૦૩ની પેટા ચૂંટણી ૨૦૨૬ અંતર્ગત મતદાન માટે નાગરિકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.  

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિવિધ બુથ પર વરિષ્ઠ નાગરિકોએ મતદાન કર્યું હતું. તેમણે દેશની લોકશાહી પ્રત્યેની પોતાની ફરજ સમજીને શારીરિક મર્યાદાઓ હોવા છતાં જહેમત અને ઉત્સાહપૂર્વક  મત આપવાનું નક્કી કર્યું હતું, અને મતદાન મથક આવીને મત આપ્યો હતો.


વરિષ્ઠ નાગરિકોની આ છબીઓ  અન્ય નાગરિકો માટે અવશ્ય મતદાન કરવા પ્રેરણારૂપ છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News