BREAKING NEWS

લાલપુર તાલુકાના સણોસરી ગામના પાટીયા પાસે બસ અને કાર વચ્ચે ગંભીર અકસ્માત, એકનું ઘટના સ્થળે મોત...

  • August 21, 2026 05:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લાલપુર તાલુકાના સણોસરી ગામના પાટીયા પાસે બસ અને કાર વચ્ચે ગંભીર અકસ્માત, એકનું ઘટના સ્થળે મોત...

આ ગંભીર અકસ્માતમાં ક્રેટા કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થયો હતો. કારમાં સવાર દેવાણંદભાઈ કાંબરીયાને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.

અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને મદદ માટે પ્રયાસો કર્યા હતા. ઘટનાને પગલે સ્થળ પર લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. પોલીસને જાણ કરાતા પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.
​​​​​​​

પોલીસે અકસ્માતની તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં કારનું ટાયર ફાટવાના કારણે ચાલકે કાબુ ગુમાવતા આ બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે. મૃતકના મૃતદેહને જરૂરી કાર્યવાહી માટે ખસેડવામાં આવ્યો હતો. આ દુર્ઘટનાથી પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application