BREAKING NEWS

રેપના ગુનામાં આરોપી એલીયાસ ઉર્ફે બાબુ રજાકભાઈ સોતાને નિર્દોષ જાહેર કરતી સેશન્સ અદાલત

  • October 21, 2026 03:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રેપના ગુનામાં આરોપી એલીયાસ ઉર્ફે બાબુ રજાકભાઈ સોતાને નિર્દોષ જાહેર કરતી સેશન્સ અદાલત


જામનગર શહેરના સીટી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ભારતીય દંડ સંહિતાની કલમ 376 હેઠળના બળાત્કારના ગુનામાં આરોપી એલીયાસ ઉર્ફે બાબુ રજાકભાઈ સોતાને નામદાર એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ, જામનગર દ્વારા નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કરવામાં આવ્યો છે.

આ કેસની સુનાવણી દરમિયાન સરકાર પક્ષે વિવિધ સાહેદોની જુબાનીઓ નોંધવામાં આવી હતી. આરોપી પક્ષ તરફથી એડવોકેટ શ્રી ડી. વી. સોલંકીએ સાહેદોની સઘન ઉલટતપાસ કરી હતી અને કેસના પુરાવા તથા કાનૂની મુદ્દાઓને આધારે અસરકારક દલીલો રજૂ કરી હતી. બંને પક્ષોની રજૂઆતો અને રેકોર્ડ પરના પુરાવાઓનો વિચાર કર્યા બાદ નામદાર અદાલતે આરોપી એલીયાસ ઉર્ફે બાબુ રજાકભાઈ સોતાને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો હતો.

આરોપી પક્ષે એડવોકેટ ડી. વી. સોલંકી સાથે તેમના જુનિયર હિતેશ પાથર અને રિયાઝ ખીરા રોકાયેલા હતા.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application