જામનગર: સાઈબર ક્રાઈમ કરવાના ગુન્હામાં આરોપીની જામીન અરજી ફગાવતી સેશન્સ કોર્ટ
આ કામના ફરીયાદી દ્વારા જામનગર સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ તથા આઈટી એકટ કલમ મુજબ આ કામના આરોપીઓ વિરૂધ્ધ એવી ફરીયાદ કરેલ કે તેના પત્ની લીનાબેન એકાદ વર્ષ પહેલા મરણ પામેલ હોય જેથી તેઓ દ્વારા બીજા લગ્ન કરવા માટે જીવનસાથી પર પ્રોફાઈલ બનાવેલ અને પોતાનો બાયોડેટા તેમાં નાખેલ, ત્યારબાદ રાત્રીના આઢેક વાગ્યે વોટસએપ ઉપરથી મેસેજ આવેલ અને જેનો ફરીયાદીએ રીપ્લાય આપેલ અને તે યુવતી પોતે કેનેડા દેશના મોન્ટ્રીયલ સીટી ખાતે આવેલ પોલોરાઈઝડ વર્લ્ડ નામની ફાર્મારીસર્ચ કંપનીમાં કામ કરતા હોવાનું જણાવી અને દવાના રોમટીરીયલની જરૂરીયાત હોવાનું જણાવેલ અને ત્યારબાદ તેને વિશ્વાસમાં લઈ બંન્નેને કમીશન મળશે તેમ જણાવી ઈ-મેઈલ આઈ.ડી. પરથી પરચેસ ઓર્ડર મોકલેલ બાદમાં લક્ષ્મી નામની વ્યકિતએ જણાવેલ કે રાજસ્થાન ખાતે રૂતુજા શર્મા નામનો માણસ તમારી પાસે આવશે અને તેના મારફત સોદો કરવાનો થશે તેવું જણાવી અને ફરીયાદી પાસેથી કટકે કટકે રૂ. ૫૬,૭૩,૦૦૦/- એડવાન્સ પેમેન્ટ કરાવેલ અને તેમાંથી એક ઓલવીન એન્ટરપ્રાઈઝ નામની પેઢીના માલિક અમીત જીગરભાઈ વઢવાણીયા દ્વારા પોતાના પેઢીના નામના સેલ્ફ ચેકથી પાંચ લાખ રૂપિયા ઉપાડી લીધેલ.
ત્યારબાદ ફરીયાદીની ફરીયાદના આધારે સાઈબર ક્રાઈમ દ્વારા અમીત જીગરભાઈ વઢવાણીયાને ઘરપડક કરી જેલ હવાલે કરેલ. જેથી આ કામનો આરોપી અમીત જીગરભાઈ વઢવાણીયા દ્વારા જામનગરની સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી રજુઆત કરેલ, તેની સામે સરકાર તરફે વકીલ હાજર થઈ દલીલ કરેલ,તમામ દલીલો ધ્યાને લઈ સેશન્સ કોર્ટે આરોપી અમીત જીગરભાઈ વઢવાણીયાની જામીન અરજી ફગાવેલ છે. આ કેસમાં સરકાર તરફે વકીલ રાજેશ કે. વસીયર ઉપસ્થિત રહયાં હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application