દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ તાલુકાઓમાં આગામી તા.૨૧ સપ્ટેમ્બરથી સેવા સેતુ કાર્યક્રમનું આયોજન
તાલુકા કક્ષાએ કલ્સ્ટરવાઇઝ સેવાસેતુ કાર્યક્રમ થકી લાભાર્થીઓને સ્થળ પર મળશે વિવિધ સેવાઓનો લાભ
રાજ્ય વહીવટમાં કાર્યક્ષમતા, પારદર્શિતા, સંવેદનશીલતા તથા જવાબદારીપણું વધે તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી રજૂઆતોના ઉકેલની ઝડપ આવે તથા સરકારની લોક કલ્યાણકારી યોજનાઓ લાભ સ્થળ પર જ મળી રહે તેમજ પ્રજાના પ્રશ્નો ન્યાયિક ઉકેલ આવે તે માટે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવનાર છે.
જેના અનુસંધાને આગામી તા.૨૧/૦૯/૨૦૨૬ના રોજ સવારના ૦૯ કલાકથી દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના જળેશ્વર મહાદેવ મંદિર, રાણપરડા ખાતે ૦૮ ગામોના કલસ્ટરનો સેવા સેતુ કાર્યક્રમ યોજાશે. જેમાં ભેનકવડ, મોખાણા, ઘુમલી, રૂપામોરા, આંબલીયારા, રાણપરડા, વિજયપુર તથા ભરતપુરનો સમાવેશ થશે.
જામખંભાળિયા તાલુકાના ભંડારીયા ખાતે તા.૨૧/૦૯/૨૦૨૬ના રોજ ૧૫ ગામોના કલસ્ટરનો સેવા સેતુ કાર્યક્રમ યોજાશે. જેમાં બજાણા, પીર લાખાસર, આંબરડી દેવળીયા, મહાદેવીયા, ભંડારીયા, નવા તથીયા, જુના તથીયા, સુતારીયા, સગારીયા, આંબરડી, સિંહણ આહેર, સખપર, નાગડા, કાકાભાઇ સિંહણ, વડાલીયા સિંહણ, દાંતાનો સમાવેશ થશે.
જામકલ્યાણપુર તાલુકાની ભાટિયા પ્રાથમિક શાળા ખાતે તા.૨૧/૦૯/૨૦૨૬ના રોજ ૦૩ ગામોના કલસ્ટરનો સેવા સેતુ કાર્યક્રમ યોજાશે. જેમાં ભાટીયા, ભાટવડીયા અને ગોકલપરનો સમાવેશ થશે.
ઉપરાંત, ઓખામંડળ (દ્વારકા) તાલુકાની ગોરીંજા પ્રાથમિક શાળા ખાતે તા.૨૨/૦૯/૨૦૨૬ના રોજ ૦૬ ગામોના કલસ્ટરનો સેવા સેતુ કાર્યક્રમ યોજાશે. જેમાં, ગોરીંજા, જુની ધ્રેવાડ, નવી ધ્રેવાડ, મેરીપુર, ઓખામઢી તથા કુરંગાનો સમાવેશ થશે.